અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૧મી RathYatra ની તૈયારીઓ આખરી તબક્કામાં

0
533
Ahmedabad 141th Jagganath Rathyatra Preparation In Final Stage

અમદાવાદ શહેરમાં ૧૪ જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજી ૧૪૧ મી Rathyatra ની તૈયારી આખરી તબક્કામાં છે. જેમાંભગવાન માટેના વાધાથી લઈને તેમના શણગાર અંગેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજી ૧૩ જુલાઈના રોજ નિજ મંદિરે પરત ફરશે અને ત્યારબાદ નેત્રોતસ્વની ઉજવણી કરવામાં આવશે જયારે ૧૪ જુલાઈના રોજ પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહિન્દ વિધિ કરીને રથયાત્રાને પ્રયાણ કરાવશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી ૧૪૧મી Rathyatra નું ૧૪ જુલાઈના રોજ ભારે ધૂમધામપૂર્વક મંદિરેથી પ્રસ્થાન કરાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં ૨૨ કિલોમીટર લાંબા રૂટ પર પર આ વર્ષે ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રા અને બલરામજીના ત્રણ રથ ઉપરાંત ૧૮ ગજરાજ, ૧૦૧ શણ ગારેલી ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળી, 3 બેન્ડ બાજા અને ૨૫૦૦ જેટલા સાધુ સંતો રથયાત્રામાં જોડાશે.

જો કે રથયાત્રાને લઈને પોલીસે અત્યારથી જ સઘન સુરક્ષા વ્યવસ્થા માટે કવાયત હાથ ધરી છે.જેમાં શહેરના ૨૨ કિલોમીટર લાંબા માર્ગ પર ૧૫૦૦ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યાં છે. તેમજ અત્યારથી જ સમગ્ર માર્ગ પર ડ્રોન કેમેરાની મદદથી મેપિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે.તેવા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે અત્યારથી જ વિવિધ વિસ્તારોની રૈકી શરુ કરી દીધી છે. રથયાત્રાના દિવસે ડ્રોન દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે જેની સીધી કનેક્ટીવીટી પોલીસ કમિશ્નર કચેરી ખાતેરહેશે અને તેઓ પોલીસને જુદા જુદા નિર્દેશ આપશે.

આ ઉપરાંત પોલીસ કમિશ્નર કચેરી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ ઉપરાંત અન્ય બીજા બે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે.જેમાં દરિયાપુર અને શાહપુર વિસ્તારમાં બનાવવાની વિચારણા ચાલી રહી છે. પોલીસ અત્યારથી જ તેમના વિસ્તારના તડીપાર અને માથાભારે તત્ત્વોને શોધી તેમના પર અટકાયતી પગલા લઈ રહ્યા છે. બીજી તરફ કોટ વિસ્તારમાં અંદરના ભાગો સુધી પોલીસનો બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે અને એસઆરપીની ટુકડીઓ પણ અત્યારથી જ અંતરિયાળ વિસ્તારોમાં તૈનાત કરી દેવાઈ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY