અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની Rathyatra નો પ્રારંભ,”જય રણછોડ માખણ ચોર”નો નાદ ગુંજી ઉઠયો

0
445
Ahmedabad Jagannath Rath Yatra Begin Jay Ranchod Makhan Chor Chants Loud

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળભદ્રજી સાથે ૧૪ જુલાઈના રોજ Rathyatra નો ભકિતભાવ પૂર્ણ વાતાવરણમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. રથયાત્રાના પ્રારંભે સમગ્ર મંદિર પરિસર જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આ રથયાત્રામાં શણગારેલા ૧૮ ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ૧૦૧ ટ્રકો, અંગ-કસરતનાં નિદર્શન કરાવતા ૩૦ અખાડા,૧૮ ભજનમંડળીઓ અને ત્રણ બેન્ડવાજા અને રથને ખેંચતા ૧૨૦૦ ખલાસીઓ પણ સામેલ થયા છે.આ અંગે માહિતી આપતા જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નીકળતી આ રથયાત્રા કોમી એકતાનું આગવું પ્રતિક છે.

આજે અષાઢી બીજનાં દિવસે સવારે ૪.૦૦ વાગ્યે મંગળા આરતી યોજવામાં આવી હતી . આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સવારે ૪.૩૦ વાગ્યે ભગવાનને વિશિષ્ટ એવો ખીચડી ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જયારે સવારે સાત વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આગમન બાદ ‘પહિંદ વિધિ’ કરી રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ભગવાન જગન્નાથ,ભાઇ બળદેવજી તથા બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા માટે નીકળ્યા છે .રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન માટે રોડ પર ઉતરી આવતા હોવાથી અને રથયાત્રાના લાંબા રૂટ પર કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ તેના માટે ૨૨ હજારથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડસ અને લશ્કરી-અર્ધલશ્કરી દળના જવાનો તેનાત કરવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાશે. રથયાત્રાનું શહેરના ૨૨ કિલોમીટર લાંબા માર્ગ પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે.જેમાં મુસ્લિમ વિસ્તારોમાં પણ રથયાત્રાનું સ્વાગત કરાશે. રથયાત્રાના ૨૨ કિલોમીટર માર્ગ પર ભગવાન યાત્રા પૂર્ણ કરી મોડી સાંજે નિજ મંદિરમાં પરત ફરશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY