દેશભરમાં આજે દિવાળી પર્વની ભવ્‍ય ઉજવણી કરાશે

0
1433
Diwali Festival celebrating in all over India With Joy And Delight

દેશભરમાં આજે દિવાળી પર્વની પરંપરાગત રીતે ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. દેશના કરોડો લોકો આ તહેવારને ઉજવવા માટે તૈયાર થઈ ગયા છે. નવી આશા, ઉમંગ અને ખુશીઓના દિવડા વચ્ચે આજે દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. દિપાવલી એટલે હર્ષોલ્લાસ અને નવા ઉત્સાહના સંચાર સાથે જીવન જીવવાનો સંદેશ આપતુ અને અંધકારમાંથી પ્રકાશ(અસત્યમાંથી સત્ય) તરફ લઇ જનારું પર્વ છે. દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવે છે. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી પાછળ પ્રાચીન ઇતિહાસ પણ જોડાયેલો છે.

ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક દિવાળીના તહેવારની ઉજવણી કરશે દિવાળીને લઇ આજે મંદિરોમાં શ્રધ્ધાળુ દર્શનાર્થીઓની ભારે ભીડ જામશે. હેપ્પી દિપાવલીની શુભેચ્છા પાઠવી ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. દિવાળીના પર્વની ઉજવણી પાછળ આપણા શાસ્ત્રોકત પ્રસંગો અને દૈવી કથાનો રસપ્રદ ઇતિહાસ સમાયેલો છે. સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજીનું પ્રાગટય, પાંડવો વનમાંથી પાછા ફર્યા, ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો અને ભગવાન શ્રીરામચંદ્રજીએ રાવણનો વધ કરી દિવાળીના દિવસે અયોધ્યામાં પરત આગમન કર્યું હતુ તેની ખુશી અને ઉત્સાહના ઉન્માદમાં સમગ્ર અયોધ્યા દિવડાઓથી ઝળહળી ઉઠી હતી ત્યારથી દિવાળીની ઉજવણી થાય છે.

દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થયા બાદ લાભ પાંચમ સુધી કરવામાં આવે છે.દિવાળી પર્વને લઇને દેશભરના લોકો પહેલાથી જ ઉત્‍સાહિત રહે છે. દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થયા બાદ લાભ પાંચમ સુધી કરવામાં આવે છે. મોટાભાગના વિભાગોમાં આ ગાળા દરમિયાન રજા પણ જાહેર કરી દેવામાં આવે છે જેથી પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરવાની પરંપરા રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્‍થિતિ ખુબ જ સુધરી છે. લોકોની ખરીદી શક્‍તિ વધી છે. આર્થિક સ્‍થિતિ દેશની સારી બની છે જેના પરિણામ સ્‍વરુપે તીવ્ર મોંધવારી છતાં ફટાકડાઓ, મિઠાઇઓ અને અન્‍ય ચીજવસ્‍તુઓની ખરીદીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. દિવાળી પર્વ મુખ્‍યરીતે બાળકો અને યુવા પેઢી વધુ શાનદારરીતે ઉજવે છે.

યુવા પેઢી કિંમતી ભેટ સોગાદો આપીને પણ આ તહેવારની ઉજવણી કરશે કોર્પોરેટ જગતમાં દિવાળી પર્વ પ્રસંગે એક બીજાને મિઠાઇઓ આપવા અને ગ્રિટિંગ્‍સ કાર્ડ અને શુભેચ્‍છા સંદેશાઓ મોકલવાની પરંપરા રહી છે. યુવા પેઢી કિંમતી ભેટ સોગાદો આપીને પણ આ તહેવારની ઉજવણી કરશે. બાળકો ફટાકડા ફોડવામાં વ્‍યસ્‍ત રહે છે. જુદી જુદી સંસ્‍થાઓ ધ્‍વનિ પ્રદૂષણ અને અન્‍ય રીતે નુકસાન ન થાય તે માટે સક્રિય રહે છે પરંતુ બાળકો આની તરફ ધ્‍યાન આપ્‍યા વગર શાનદાર ઉજવણીમાં વ્‍યસ્‍ત જોવા મળે છે. દિવાળી પર્વ દરમિયાન ખરીદી માહોલ વધારે રહે છે.

આ ગાળા દરમિયાન સોના ચાંદી, વાહનોના બજારમાં અનેક ગણો વધારો થાય છે. આ ઉપરાંત ફટાકડા બજારમાં પણ તેજી રહે છે. આ તમામ બજારોનું કદ સતત વધી રહ્યું છે. આવનાર સમયમાં આ તમામ કારોબાર વધુ તીવ્ર બને તેવા સંકેત છે. ઘરના ઉંબરે શુભ-લાભ અને કંકુના સાથિયાથી પૂજન કરી આસોપાલવનું તોરણ બાંધી પૂજા કરવાનું બહુ શુભ મહાત્મ્ય છે, કારણ કે, આમ કરવાની દૈવી કૃપા અને સુખ-શાંતિ, સમૃધ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY