ગુજરાતમાં ભાજપ નેતા જયંતિ ભાનુશાળીના હત્યારાઓની ઓળખ થઈ, કરવામાં આવી અટકાયત

0
1391
Gujarat Bjp Leader Jayanti Bhanusali Murderer Identify Detain By Police

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલાયો હોવાનો દાવો પોલીસે કર્યો છે. જેમાં મળતી માહિતી મુજબ સીસીટીવી ફૂટેજના આધારે બે શાર્પ શૂટરની પોલીસે અટકાયત કરી છે તેમજ હત્યા દિવસથી ગુમ થયેલી અને જયંતિ ભાનુશાળી પર બળાત્કારની ફરિયાદ બાદ સમાધાન કરેલ મનીષા ગોસ્વામીની પણ પોલીસે ધરપકડ કરી છે.

આ અંગે મળેલી માહિતી મુજબ મનજીબાપુએ સીસીટીવીના આધારે જયંતિ ભાનુશાળીના ત્યાં કામ કરતા સુરજીત ભાઉની ઓળખ કરી હતી. જયારે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ૬ શકમંદો અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત એસઆઈટીને મળેલી માહિતી મુજબ ટ્રેન ઉપડતા પૂર્વે ૨ જનરલ ટીકીટ એસીમાં કન્વર્ટ કરવામાં આવી હતી. કોણે આ ટીકીટ કન્વર્ટ કરી હતી તેની વિગત પોલીસ મેળવી રહી છે.

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર અને થોડા સમય પૂર્વે જ મહિલા સાથે બળાત્કારના મુદ્દે આક્ષેપોમાં ઘેરાયેલા કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વે ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનના ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જયંતિ ભાનુશાળી સયાજીનગરી એક્સપ્રેક્સ ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. આ ઘટના મોડી રાત્રે બની હતી રેલ્વે વિભાગને આની જાણ રાત્રે બે વાગે થઈ હતી.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી સોમવારે રાત્રે ભુજથી સયાજીનગરી ટ્રેનમાં અમદાવાદ આવવા માટે એસી કોચમાં બેઠા હતા. ત્યારે કટારીયા અને સુરબારી રેલ્વે સ્ટેશન વચ્ચે કેટલાક અજાણ્યા શખ્સોએ એસ કોચમાં પ્રવેશ કરીને તેમને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી હતી. જેમાં એક ગોળી તેમની છાતીના ભાગે અને એક ગોળી આંખમાં વાગી હતી. જેની આ બાદ આ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY