લોકરક્ષકની પરીક્ષા રદ થતા કોંગ્રસના ભાજપ પર પ્રહાર, કહ્યું સરકાર તમામ મોરચે નિષ્ફળ

0
672
Gujarat Congress Allage Bjp Over Lokrakshak Paper Leak And Pospond Exam

ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષા પેપર લીક થતા તેને રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે કોંગ્રેસે આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીએ વિધાર્થીઓની માફી માંગવી જોઈએ તેમજ વિધાર્થીઓને થયેલા આર્થિક નુકશાન વળતર આપવું જોઈએ તેવી માંગ કરી છે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પૂવે તલાટીકાંડ અને ત્યાર બાદ યોજાતી પરીક્ષા સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે. સરકારે વહીવટીતંત્ર પરનો કાબુ ગુમાવી દીધો છે. જેના લીધે બેરોજગાર યુવાનોને આજે સહન કરવાનો વારો આવ્યો છે. આ મુદ્દે અમારી માંગ છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને ગુનેગારોને સજા આપવી જોઇએ. તેમજ ભાજપ સરકારના મંત્રીઓ માત્ર ઉદઘાટનોમા રસ દાખવવાના બદલે આવી ગંભીર ભૂલ તરફ પણ ધ્યાન રાખે તે જરૂરી છે.

આ ઉપરાંત લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. તેમજ આ પરીક્ષાનું પેપર લીક કરીને સરકારે બેરોજગાર યુવાનો સાથે મજાક કર્યો છે. આ નવ લાખ યુવાનોની મહેનત પર ભાજપની દંભી સરકારે પાણી ફેરવી દીધું છે. તેમજ તેમને બેકારીના સમયમાં આર્થિક બોજ હેઠળ પણ ધકેલી દીધા છે.તેમજ અમારી માંગણી છે કે આ ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ગુનેગારોને કોઈપણ સંજોગોના છોડવામાં ના આવે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY