ગુજરાતમાં કોંગ્રેસ ખેડૂતોના દેવામાફી માટે ૧૮ સપ્ટેમ્બરે કરશે વિધાનસભા ઘેરાવ : પરેશ ધાનાણી

0
1852
congress dheravo

ગુજરાતમાં ખેડૂતોના દેવામાફી સહિતના અનેક પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા ૧૮ સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ધેરાવ કરવામાં આવશે તેમ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર ૧૮ -૧૯ સપ્ટેમ્બરના રોજ યોજાવાનું છે. તેના પ્રથમ દિવસે જ આ ધેરાવ કરવામાં આવશે. જો કે આ બે દિવસના સત્ર અંગે પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને પત્ર લખીને તેના દિવસો વધારવાની માંગ કરી હતી.

જો કે ૧૮મી સપ્ટેમ્બરે કોંગ્રેસ ખેડૂતોના દેવામાફી સહિતની માગણીઓ સાથે વિધાનસભાને ઘેરાવ કરશે. આ કાર્યક્રમની રણનીતિ ઘડવા માટે શુક્રવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ અને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજી હતી.આ બેઠકમાં ખેડૂતોના જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

આ અંગે વધુ જણાવતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર દ્રારા છેલ્લા બે દાયકામાં ખેડુતોના નામે માત્ર મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળાના નાટકો ભજવાઈ રહ્યા છે. પરંતુ ખેડુતોના મુળભુત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને ખેડુતોના હિતોનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે, ખેડુતોના આત્મહત્યાના બનાવો સતત બનતા રહે છે. પરંતુ સરકારની આંખ ઉઘડતી નથી રાજ્યની ભાજપ સરકાર વિભાગનું નામ બદલવાથી ખેડૂતોનું કલ્યાણ થશે તેવા ભ્રમમાં છે.

“ખેડૂતોના ખેડૂતોનું દેવું માફ કરો, નહીં તો ભાજપની સરકારને દેશમાંથી સાફ કરો” આ સુત્ર સાથે સમગ્ર દેશમાં ચાલતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ, પાક વિમાનું ચુકવણું, પાક રક્ષણ અને વળતર, ખેડૂતોની દેવા માફી સહિતના મુદ્દાઓ માટે વિધાનસભા ધેરાવ કરીને ભાજપની આંધળી અને મૂંગી અને બહેરી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY