ગુજરાતમાં લોકરક્ષક પરિક્ષાનું પેપર લીક કેસમાં ભાજપ કાર્યકરની સંડોવણી, પક્ષે કર્યો સસ્પેન્ડ

0
845
Gujarat Lokrakshak Exam Paper Leak Case Bjp Worker Involved Party Suspended

ગુજરાતમાં રવિવારે યોજાનારી લોકરક્ષકની પરિક્ષા પેપર લીક થતા રદ કરવામાં આવી હતી. જેના લીધે આ પરીક્ષા આપવા ગયેલા ૯ લાખ જેટલા ઉમેદવારો એક તબક્કે રઝળી પડ્યા હતા. જો કે પોલીસની ભરતીમાં જ લીક થયેલા પેપર મુદ્દે તપાસ કરતા તેના તાર બનાસકાંઠા ભાજપના કાર્યકર મુકેશ ચૌધરી સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત આ કેસમાં ગાંધીનગરના પીએસઆઈ પી.વી.પટેલ, અરવલ્લીના અરજણ વાવના મનહર પટેલ,બનાસકાંઠાના એદરણા ગામના મુકેશ ચૌધરી,ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલના રૂપલ શર્મા અને વડોદરાના યશપાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.

જો કે લોકરક્ષક દળનું પેપર લીક થવાના મામલે બનાસકાંઠા ભાજપ જિલ્લા અધ્યક્ષે મુકેશ ચૌધરીને પક્ષમાંથી કરાયો સસ્પેન્ડ કર્યા છે.મુકેશ ચૌધરીનું નામ પેપર લીકમાં આવ્યું હતું. જેના લીધે તેમને સસ્પેન્ડકરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપ સરકારની બેરોજગાર યુવાનો પ્રત્યેની અસંવેદનશીલતા ફરી એકવાર સપાટીએ આવી છે. જેમાં રવિવારે ગુજરાતના મોટાભાગના શહેરોમાં લોકરક્ષક દળની પરીક્ષાને પેપર લીક થતા બે કલાક પૂર્વે રદ જાહેર કરવામાં આવી હતી. આ અંગે પત્રકાર પરિષદ યોજીને આ રદ થયેલી પરીક્ષાની જાણકારી એડીશનલ ડીજીપી વિકાસ સહાયે આપી હતી. તેમજ તેમણે આ મુદ્દે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની પણ માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પેપર લીક થવાની અમને જાણ થતા આ પગલું ભરવામાં આવ્યું છે. તેમજ આ અંગે આગામી પરીક્ષા એકાદ મહિના બાદ લેવામાં આવશે. આ પરીક્ષા રદ કરાતા ૯ લાખ જેટલા ઉમેદવારો અને વાલીજનોને હાડમારીનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતમાં ૯૭૧૩ લોકરક્ષકની જગ્યા માટે ઉમેદવારો પાસે અરજી મંગાવવા આવી હતી. જેમાં ૯ લાખ જેટલા યુવાનોએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમજ પોલીસ વિભાગે આ પરીક્ષામાં પારદર્શિતા માટે તમામ શહેરોના ઉમેદવારોને ક્રોસ સેન્ટર ફાળવણી કરી હતી. એટલે કે અમદાવાદના ઉમેદવારને ભાવનગર અને ભાવનગરના ઉમેદવારને રાજકોટ સહિતના સેન્ટર ફાળવ્યા હતા. તેમજ પરીક્ષાના ત્રણ કલાક પૂર્વે ઉમેદવારોને હાજર રહેવા પણ આદેશ આપ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY