ગુજરાતમાં પાટીદાર અનામત અંગે રેશમા પટેલે કોંગ્રેસને ફેંકયો આ પડકાર

0
3958
Gujarat Patidar Anamat Reshma Patel Give This Challange To Congress

ગુજરાતમાં પાટીદાર અનામત અંગે હાર્દિક પટેલને સમર્થન કરી રહેલી કોંગ્રેસને પાટીદાર અગ્રણી રેશમા પટેલે પડકાર ફેંક્યો છે. રેશમા પટેલે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી પાટીદારોને અનામત અંગે સમર્થનની લેખિતમાં ખાતરી આપે. તેમજ કોંગ્રેસ પક્ષ પાસે પાટીદારોને ઓબીસીમાં અનામત આપવા અંગે જે ફોર્મ્યુલા છે તે જનતા અને સરકાર સમક્ષ જાહેર કરવી જોઈએ.

ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને એક પત્ર લખ્યો છે.તેમણે પત્ર લખીને પાટીદારોને અનામત અંગે સમર્થન કરવા અંગેની લેખિતમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રેશમા પટેલે પત્રના સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતની ચૂંટણી પહેલા તે પણ પાસમાંમાં કાર્યરત હતી. પરંતુ ચૂંટણી સમયે હાર્દિક પટેલનો ઝૂકાવ કોંગ્રેસ તરફ વધી જતાં તે ભાજપમાં જોડાઈ હતી. ચૂંટણી સમયે કોંગ્રેસે પાટીદારોને ઓબીસીમાં સમાવવામાં આવશે તેવી કોઈ લેખિતમાં ખાતરી આપી ન હતી. પાસમાં હતી ત્યારે પણ મારો ઉદેશ પાટીદાર સમાજને અનામત મળે તે હતો અને આજે પણ એ જ છે.

રેશમાં પટેલે પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ તરફથી નીચેની બાબતે સ્પષ્ટ કરવામાં આવે.

૧) કોંગ્રેસ પક્ષ લેખિતમાં જાહેર કરે કે પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત મળવું જોઈએ. આ વાત સાથે કોંગ્રેસ સંપૂર્ણ રીતે સહમત છે.
૨) કોંગ્રેસ પક્ષ પાસે પાટીદારોને ઓબીસીમાં અનામત આપવા અંગે જે ફોર્મ્યુલા છે તે જનતા અને સરકાર સમક્ષ જાહેર કરે.
૩) પાટીદારોને અનામત મળે તે માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પ્રાઇવેટ મેમ્બર બીલ પ્રસ્તાવ રજૂ કરે. આવો પ્રસ્તાવ મૂકી દીધો હોય તો જનતા સમક્ષ જાહેર કરે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY