ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજદ્રોહ કેસમાં ધરપકડ કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે આજે જામીન આપ્યા છે. જો કે આ પૂર્વે સુરત ક્રાઈમ બ્રાંચે ગઈકાલે અલ્પેશ કથીરિયાની સાત જેટલા અલગ અલગ કેસમાં ધરપકડ કરીને કબજો મેળવ્યો છે. સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ૧૯ ઓગસ્ટના રોજ અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી.
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જામીનને લઈને અલગ અલગ અગ્રણીઓ પ્રતિક્રિયા આપી હતી. જેમાં પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે આ પાટીદાર સમાજની જીત છે અને તેના લીધે સમગ્ર ગુજરાતમાં આજે પાટીદાર સમાજમાં દિવાળી જેવો માહોલ ઉભો થયો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અલ્પેશ કથીરિયાની જામીનથી સમાજને એક નવો જોમ મળશે.તેમજ આગામી સમયમાં પાટીદાર અનામત આંદોલનને વધુ વેગ મળી શકશે. આ ઉપરાંત અમે હાર્દિક પટેલને પણ જણાવ્યું છે કે અનામતના મૂળ મુદ્દાથી થોડો દુર
જયારે આ અંગે ધારાસભ્ય અને પાટીદાર નેતા લલિત વસોયાએ પણ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે સમાજ આંદોલન કરી રહ્યા હતા. તેથી હાઈકોર્ટે આજે જે રીતે જામીન આપી છે તેની પરથી ફલિત થયું છે. પાટીદાર સમાજના આંદોલનને કોઈ તોડી શકશે નહીં.આ જામીન અલ્પેશ કથીરિયાના પિતા ધનશ્યામ કથીરિયાએ જામીન બદલ ન્યાયતંત્ર અને પાસના કન્વીનરોનો આભાર માન્યો હતો.