ગુજરાતમાં અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે પાટીદારો જેલભરો પાર્ટ- ૨ શરૂ કરશે : લાલજી પટેલ

0
1520
Gujarat Patidar Will Start Jail Bharo Part -2 Programme For Alpesh Kathiria Jail Mukti Said Lalji Patel

ગુજરાતમાં પાટીદાર અનામત, ખેડૂતોની દેવામાફી અને અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે ૧૯ દિવસના ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે હાલ આક્રમક મૂડમાં છે. તેવા સમયે સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ પણ હવે સરકાર સામે પડ્યા છે. તેમણે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ૧૮માં દિવસે સરકારને આ માંગણીઓ પર ઝડપી નિર્ણય કરવા ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેનો સમય પૂર્ણ થયો છે. પરંતુ સરકારે આ અંગે કોઈ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો નથી.

જેના પગલે હવે એસપીજીના લાલજી પટેલે સરકારને આપેલા ૧૦ માંગણીઓ સાથેનું અલ્ટીમેટમ મુજબ જ કાર્યક્રમની શરૂઆત કરી છે. તેમજ તેમણે કહ્યું છે કે જો અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવામાં નહીં આવે તો અમે રાજયમાં જેલભરો પાર્ટ – ૨ શરૂ કરતા અચકાશું નહીં.

આ ઉપરાંત તેમણે વિવિધ કાર્યક્રમોની પણ જાહેરાત કરી હતી. જેમાં સુંદરપુરથી વિજાપુરની ૧૫ કિમીની યાત્રા, રવિવારે બનાસકાંઠામાં કાર્યક્રમ, સાબરકાંઠામાં પાટીદાર મહાસંમેલન, સૌરાષ્ટ્ર, સુરત અને મહેસાણામાં પાટીદાર સમાજના મોટા સંમેલન સુરતના કન્વીનર અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવામાં આવે તે માટેના કાર્યક્રમો આપવામાં આવશે. આ અંગે લાલજી પટેલે જણાવ્યું કે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં જે ભૂલ કરી તે ૨૦૧૯ની ચૂંટણીમાં ફરી ના થાય તે માટે સચેત રહેવા લોકોને જાગૃત કરવામાં આવશે.

એસપીજીના લાલજી પટેલે સરકાર સમક્ષ આ માંગણીઓ કરી છે.

૧. પાટીદાર સમાજને અનામત આપવામાં આવે
૨ આંદોલનના મૃત્યુ પામેલા શહિદ યુવાનના ઘરમાંથી એકને સરકારી નોકરી આપવામાં આવે
૩ દમનકર્તા પોલીસકર્મી સામે કડક પગલાં લેવામાં આવે
૪ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે
૫ હાર્દિક અને અન્યને લેખિત ખાતરી આપ્યા બાદ પારણા કરાવાય
૬ પાટીદાર સમાજની માંગ લેખિતમાં સ્વીકારાય
૭ પાટીદાર યુવાનો વિરુદ્ધના કેસ પરત ખેચી જેલમુક્ત કરવામાં આવે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY