…..તો શું Gujarat માં આગામી દિવસોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાશે

0
2090
Gujarat Will Face Grave Water Scaracity In Near Feature If Rain Not Come

Gujaratનાં દોઢસોથી વધારે શહેર અને નગર તથા આઠ હજારથી વધારે ગામ ઓછે-વધતે અંશે નર્મદાના પાણી પર નભે છે. હવે સરદાર સરોવર ડેમમાં જ પાણીનું સ્તર એટલું નીચું ગયું છે કે નર્મદા જ્યાં અરબી સમુદ્રને મળે છે એ ભરૂચ પાસેનો નદીનો પટ સાવ કોરો છે.રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી લઈ અત્યાર સુધી સીઝનનો કુલ ૫૩ ટકા વરસાદ પડ્યો છે. આમ છતાં ગુજરાતના જળાશયોની સ્થિતિમાં ઉનાળા કરતા કોઈ ખાસ પરિવર્તન જોવા મળ્યું નથી. જેના લીધે આગામી દિવસોમાં પાણીની સ્થિતિ અતિગંભીર બને તેવી શકયતા છે.
રાજ્યના કુલ ૨૦૩ ડેમોમાં ગત મે માસ કરતા હાલ માત્ર ૨.૬૧ ટકા જ પાણીનો વધારો થયો છે. આ પહેલા મે માસમાં ૩૩.૯૫ પાણી હતું, જે ૯ ઓગસ્ટની સ્થિતિએ વધીને ૩૬.૫૬ ટકા થયું છે. જેની તુલનાએ ગત વર્ષે આજના દિવસે ૫૯.૩૬ ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં કુલ ૨૨.૮ ટકાનો ઘટાડો છે. આમ રાજ્યમાં ગંભીર જળ કટોકટીને કારણે આગામી દિવસોમાં રૂપાણી સરકારનું પણ પાણી મપાઈ શકે છે.

ગુજરાતના માત્ર ૧૨ જળાશયોમાં જ ૧૦૦ ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તેમજ ૩૦ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૮ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૪૯ ડેમોમાં ૨૫થી ૫૦ ટકા પાણી છે. જ્યારે ૮૪ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછું પાણી છે.રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાં ૨૦૩૪૫૯ એમ.સી.એફ.ટી.(મિલિયન ક્યુબિક ફિટ) જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૩૬.૫૬ ટકા જેટલો થાય છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં ૧,૩૧,૯૧૮ સ્ઝ્રહ્લ્‌ જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૩૯.૪૯ ટકા જેટલો થાય છે.

હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૨ ટકા પાણીનો જથ્થો છે, જ્યારે ગત મે માસમાં ૩૨.૬૩ ટકા પાણીનો જથ્થો હતો. આમ ભર ચોમાસે પાણીના જથ્થામાં પોઈન્ટ ૬૩ ટકાનો ઘટાડો થયો છે. તેમજ ગત વર્ષે આજના દિવસે કુલ ૮૨.૮૬ ટકા પાણીનો જથ્થો હતો. આમ ચાલુ વર્ષે ૫૨.૮૬ ટકા પાણીની ઘટ પડી છે.મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૪૯.૭૫ ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે ગત મે માસમાં ૫૩. ૭૫ ટકા પાણીનો જથ્થો હતો. આમ પાણીના જથ્થામાં ૪ ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે આજના દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૮૨.૫૨ ટકા પાણી હતું. આમ ચાલુ વર્ષે ૩૨.૭૭ ટકા પાણીની ઘટ છે.હાલની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૨.૫૧ ટકા પાણી છે, જ્યારે ગત મે માસમાં ૩૩.૩૩ ટકા પાણીનો જથ્થો હતો.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો કુલ ૧૩૮ જળાશયોમા ૪૪.૮૭ ટકા જળનો સંગ્રહ થયો છે. જે ગત માસ માસના ૨૧.૫૨ ટકા કરતા ૨૩.૩૫ ટકા વધુ છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ગત વર્ષે હાલની સ્થિતિ કરતા પાણીનો સંગ્રહ વધુ હતો. આજના દિવસે ૬૨.૦૮ ટકા પાણી હતું. આમ સૌરાષ્ટ્રમાં ૧૭.૨૧ ટકા ઓછું પાણી છે.જયારે સરદાર સરોવરમાં ૩૭૪૩ ક્યુસેક, વણાકબોરીમાં ૬૫૦૦ કયુસેક, દમણગંગામાં ૨૮૬૦ ક્યુસેક, કડાણામાં ૧૪૨૫ ક્યુસેક અને રાવલ જળાશયમાં ૧૧૧૯ ક્યુસેક પાણીની આવક છે. તો બીજી તરફ વણાકબોરીમાંથી ૩૦૦ કયુસેક, દમણગંગામાંથી ૭૯૭ ક્યુસેક અને કડાણા જળાશયમાંથી ૯૮૦૦ ક્યુસેક પાણીની જાવક છે.

૨૦૧૭ની ૨૫મી સપ્ટેમ્બરે નર્મદા ડેમની જળસપાટી ૧૩૦.૭૫ મીટરની ટોચ ઉપર હતી. હવે સપાટી ૨૫ મીટર ઓછી થઇ ગઇ છે. ૨૦૧૬માં તો ડેમ ઓવરફ્લો થયેલો. સેન્ટ્રલ વોટર કમિશન કહે છે, ગુજરાત-મહારાષ્ટ્રના કુલ ૨૭ જેટલાં જળાશયોમાં જળસંગ્રહ ગયા વર્ષથી તો ઘણો નીચો છે જ દસ વર્ષની સરેરાશ કરતાં પણ ઓછો થઇ ચૂક્યો છે. જે મે મહિનામાં પાણીની મહામારી સર્જે તેમ છે.નર્મદા ડેમની સપાટી ૧૧૦.૬૪ મીટરની છે. હજી જો રાજ્યમાં અને ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ પડે તો વર્તમાન સમયમાં સર્જાયેલુ જળ સંકટ ઓછુ થઈ શકે તેમ છે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY