મોદી સરકારની આ ભૂલોએ અચ્છે દિનની રાહ જોનારા લોકોને નિરાશ કર્યા

0
6089

ભારતમાં Modi સરકારને ચાર વર્ષ જેટલો કાર્યકાળ પૂર્ણ થઈ ચુક્યો છે. પરંતુ હજુ સુધી અચ્છે દિનના નામો નિશાન જોવા મળતું નથી. કેન્દ્રમાં ભલે આજે એનડીએની સરકાર હોય પરંતુ જે જોરશોરથી અચ્છે દિનના વાયદા સાથે આવેલી આ સરકારે લોકોને અચ્છે દિનના માત્ર દિવા સ્વપન જ બતાવ્યા છે. ભાજપ અને નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં ગુજરાતના વિકાસ મોડેલની વાત કરતા હતા. આ વિચારે જ લોકોએ તેમને એક અવસર આપ્યો છે. જો કે જોતા જોતા મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. તેવા સમયે અચ્છે દિનની બાબત હવે માત્ર સ્લોગન પુરતી જ મર્યાદિત થઈ ગઈ છે જેનું કારણ મોદી સરકારના નિર્ણયો અને નીતિઓ જવાબદાર છે. જેને મોદી સરકારે મોટા સ્તર પર રજુ કરીને તેનો અમલ કર્યો હતો તે જ નિર્ણયો તેમની માટે સમસ્યા બન્યા છે. કેન્દ્ર સરકાર આ નિર્ણયો જેના લીધે દેશમાં હવે ; અચ્છે દિન’ ની વાતો માત્ર એક સ્લોગન જ બની રહ્યું છે.

1. નોટબંધી


નોટબંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીએ દેશના સૌથી મોટા આર્થિક સુધાર તરીકે ગણાવ્યો હતો. તેમણે ૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ મધરાત્રે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. સરકારે આની પાછળ કાળુ નાણું નિયંત્રણ અને આતંકી સંગઠનના ફંડીગ પર રોક લગાવવાનો તર્ક રજુ કર્યો હતો.જે વાસ્તવમાં જોવા ના મળ્યું. જયારે ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ૯૯ ટકા રૂપિયા એક્સચેન્જ થયા અથવા પરત ફરી ગયા છે. એનો મતલબ સાફ છે કે કાળા નાણા સફેદ થઈ ગયા અને જેના લીધે અર્થવ્યવસ્થામાં મંદીની સ્થિતિ આવી છે. અર્થતંત્રનો આર્થિક વિકાસ દર ૭.૫ ટકાથી ઘટીને ૫.૭ ટકા થઈ ગયો છે.

2. જીએસટીને લાગુ કરવામાં નાના વેપારીઓનો છેદ ઉડ્યો

મોદી સરકારે નોટબંધીના નિર્ણય બાદ દેશમાં કરસુધાર માટે એક દેશ એક ટેક્સના ફોર્મ્યુલાને અમલમાં મુકવામાં જીએસટીનો અમલ શરૂ કર્યો છે. પરંતુ આ મુદ્દે પણ મોદી સરકારે કપડા વેપારી અને નાના વેપારીના હિતને નુકશાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમાં પીએમ મોદીના હોમ સ્ટેટ ગુજરાતના સુરત અને અમદાવાદમાં કાપડના વેપારીઓ અને વારાણસીમાં કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ જેના પગલે સરકારે જીએસટીના દરમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી હતી.તેમજ વિપક્ષે પણ માંગ કરી હતી કે વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને જીએસટીને તબક્કાવાર અમલમાં મુકવાની જરૂર હતી.

3. નાણામંત્રી તરીકે અરુણ જેટલી


દેશના નરસિહરાવ સરકારની સફળતાનો શ્રેય તેમના મજબુત નાણા મંત્રીને આપવામાં આવે છે. પરંતુ મોદી સરકારના નાણા મંત્રી પર અનેક વાર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. નોટબંધીની નિષ્ફળતા પાછળ જેટલીનો હાથ માનવામાં આવ્યો છે. તેમાં રોજ નોટ વાપસીના સંચાલનના નિયમોના બદલાવ કરવામાં આવ્યા હતા જે નોટબંધીની સૌથી મોટી નિષ્ફળતા તરીકે જોવામાં આવે છે. તેમજ દેશમાં ઇન્કમટેક્સના સંચાલનમાં પણ નિષ્ફળ નીવડ્યા. પેટ્રોલ પર ૫૮ ટકા અને ડીઝલ પર ૫૦ ટકા ટેક્સ લાગવા લાગ્યો. જેને સામાન્ય જનતાના ખિસ્સા પરની લુટ માનવામાં આવી રહી છે. પીએમ મોદી પાસે આ મંત્રાલય માટે અનેક વિકલ્પ હતા. પરંતુ તેમણે માત્ર જેટલીને જ પસંદ કર્યા હતા. જે તેમની મોટી ભૂલ છે.

4. ડીઝીટલ ઇન્ડિયા


દેશમાં માળખાગત સુવિધાને સ્થાઈ અને સુરક્ષિત બનાવવા માટે મોદી સરકારે તેને ડીઝીટલ ઇન્ડિયા સાથે જોડવાનો પ્રયાસ શરૂ કર્યો. પરંતુ તેમ છતાં સરકારી અને ખાનગી અનેક સાઈટો હેક અથવા તો ક્રેસ થઈ છે. આ દરમ્યાન ટીસીએસએ એનઆરઆઈ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવાના લીધે થયો. આ દરમ્યાન બ્લેકમની રાખનારાનો ડેટા ખોવાઈ ગયો અથવા તો ડીલીટ થઈ ગયો

5. ખોટી જગ્યાએ પાણીની જેમ વહેવડાવ્યા નાણા


કોઈપણ દેશની સરકારે લોકોના ટેક્સના નાણા સાવચેતીપૂર્વક વાપરવાની જવાબદારી હોય છે. પરંતુ મોદી સરકારે આ મુદ્દે મોટી ભૂલ કરી છે. મોદી સરકારે જાહેરાત અને ઈમેજ બિલ્ડીગ માટે પૈસાને પાણીની જેમ વપરાશ કર્યો છે. જેમકે વોટબેંક માટે મુંબઈમાં શિવાજીની પ્રતિમા માટે ૩૬૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેની લોકોને ટીકા પણ કરી છે. પોતાના ત્રણ વર્ષની પુર્ણાહુતીના ઉત્સવમાં સરકારે ૨ હજાર કરોડ રૂપિયા ફૂંકી માર્યા હતા.

6. સાંપ્રદાયિક નફરતને રોકવામાં સરકાર નિષ્ફળ


દેશમાં સારા દિવસો આવ્યા હોત તો સમાજના પણ એકતા અને ભાઈચારાનો માહોલ પેદા થાત. પરંતુ મોદી સરકારના ત્રણ વર્ષના રાજમાં નફરતની રાજનીતિ લોકો સમક્ષ આવવા લાગી છે. જેમાં પણ લવ -જેહાદ , દાદરી કાંડ ,ઉના કાંડ, દલિત અત્યાચાર અને અલગ અલગ રાજ્યોમાં થયેલી સાંપ્રદાયિક હિંસા  જેવા મુદ્દાઓએ મોદી સરકારની ઈમેજ પર સવાલ ઉભા કર્યા હતા. જેના પગલે દેશમાં બુદ્ધિજીવી લોકો અને સાહિત્યકારોએ એવોર્ડ વાપસી જેવા પગલાં લીધા હતા. મોદી સરકારના સમયમાં ધર્મ આધારિત રાજનીતિ એ માથું ઉચક્યું છે. જે સામાજિક વિઘટન માટે સીધી રીતે જવાબદાર છે.

7. રેલ્વે પર ના આપ્યું ધ્યાન


મોદી સરકાર લોકોને બુલેટ ટ્રેન લાવવાનું સ્વપ્ન બતાવી રહી છે. કદાચ એના લીધે જ સરકાર વર્તમાન રેલ્વે વ્યવસ્થા પર ધ્યાન નથી આપી રહી. હાલમાં જ થયેલા રેલ્વે અકસ્માતો અને મુંબઈના રેલ્વે ઓવરબ્રીજ પર મચેલી ભાગદોડ તેના ઉદાહરણ છે. જેના પગલે સુરેશ પ્રભુ જોડેથી મંત્રાલય લઈને તે પીયુષ ગોયલને આપી દેવામાં આવ્યું છે. પરંતુ પરિસ્થીતીમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી.

8. કાળા નાણાની જમાખોરીની કાર્યવાહીમાં કમી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટ્રાચારને લઈને કહ્યું હતું કે ના ખાઈશ કે ના ખાવા દઈશ ‘ જો કે તેમના આ સ્લોગન મુજબ સરકાર બદનામ ના થઈ ભ્રષ્ટ્રાચારને પર કાબુ મેળવવામાં અને સંગ્રહાખોરી રોકવામાં સરકાર સફળ ના થઈ શકી. જેમાં પનામા પેપર્સ જેવા કેસમાં પણ સરકારે કોઈ કાર્યવાહી ના કરી. તેમજ લલિત મોદી અને વિજય માલ્યા અને નીરવ મોદી તથા મેહુલ ચોકસી જેવા લોકોને ભગાડી મુકવામાં અને કાર્યવાહી ના કરવા મુદ્દે પણ સરકાર પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

9. ઇંધણનો ભાવ અનિયંત્રિત, પેટ્રોલનો ભાવ ૯૦ રૂપિયે પહોંચ્યો

મોદી સરકાર તેના ચાર વર્ષમાં કાર્યકાળ દરમ્યાન ઇંધણના ભાવને નિયંત્રણમાં ના રાખી શકી જેના પગલે હાલ પેટ્રોલનો લીટરદીઠ ભાવ ૯૦ રૂપિયા પહોંચવાની તૈયારીમાં છે. આ ઉપરાંત મોદી સરકારે લોકોને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણગેસ પહોંચાડવાની યોજના અમલમાં તો મૂકી પરંતુ રાંધણગેસનો ભાવ ૪૦૦ રૂપિયાથી વધીને ૭૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયો છે તેનો ખ્યાલ ના રાખ્યો. તેમજ ડીઝલના ભાવમાં પણ પેટ્રોલના ભાવ જેટલો જ વધારો નોંધાયો છે. જેના લીધે જીવન જરૂરી ચીજ વસ્તુઓનો ભાવ પણ કુદકે- ભૂસકે વધી રહ્યો છે. આમ, મોંધવારી નિયંત્રણમાં મુદ્દે પણ મોદી સરકાર નિષ્ફળ પુરવાર થઈ છે.

10.  સ્મૃતિ ઈરાનીને માનવ સંશાધન મંત્રી બનાવ્યા

મોદી સરકારની સૌથી મોટી ભૂલ એક ટીવી સ્ટાર રહેલા સ્મૃતિ ઈરાનીને દેશના સૌથી મહત્વના એવા માનવ સંશાધન વિકાસ મંત્રાલયનો કાર્યભાર સોંપી દેવામાં આવ્યો. સ્મૃતિ ઈરાની પોતે જ પોતાના અભ્યાસના મુદામાં ઘેરાઈ ગયા. તે દાવો કરતી રહ્યા કે તેમની પાસે યેલ યુનીવર્સીટીની ડીગ્રી છે. જયારે વીવીને સ્પષ્ટ કર્યું હતું કે તે માત્ર આ પ્રોગામમાં એક અઠવાડિયા માટે જ વર્ષ ૨૦૧૩માં આવ્યા હતા. તે અભ્યાસ ઉપરાંત અને અન્ય વિવાદના સપડાયા. તેમણે આઈઆઈટી અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાનના નિર્દેશકોના રાજીનામાંને લઈને વારંવાર વિવાદોમાં પડ્યા હતા. આઈઆઈટીમાં સંસ્કૃતના અભ્યાસનો આઈડીયા તેમણે જ આપ્યો હતો.આખરે તેમને માનવ સંશાધન મંત્રી તરીકે દુર કરવામાં આવ્યા હતા.

આમ, આ બધા મુદ્દાઓને પગલે મોદી સરકારના ચાર વર્ષની પુર્ણાહુતી બાદ પણ સામાન્ય લોકો પરથી ‘ અચ્છે દિન’ આવશે તેનો નશો ઉતરી રહ્યો છે. જે આગામી દિવસોમાં લોકોના સ્મૃતિપટ પરથી પણ ગાયબ થઈ જશે તેમાં કોઈ નવાઈ નથી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY