ગુજરાતમાં ભાજપ સરકારે આ કારણે લેવો પડયો નર્મદાનું પાણી ખેડૂતોને આપવાનો નિર્ણય

0
1606
Read Why Gujarat Bjp Governemnt Take Decision To Narmada Water To Farmers

ગુજરાતમાં ભાજપ સરકાર પર વધી રહેલા ખેડૂતોના દેવા માફીના દબાણ વચ્ચે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લેવાની ફરજ પડી છે. જેમાં એક તરફ પાટીદાર અનામત સાથે સાથે હાર્દિક પટેલ ખેડૂતોના દેવામાફીને મુદ્દો બનાવ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ આ જ મુદ્દા સાથે સિંચાઈનું પાણી,પાકવીમો અને પાક્ના ટેકાના ભાવ મુદ્દે ૧૮ સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ધેરાવોની જાહેરાત કરી છે.

આમ, ગુજરાતમાં ભાજપની હાલત ખેડૂતોના મુદ્દે કફોડી બની રહી છે. જેમાં પણ હાર્દિક પટેલ અને કોંગ્રેસ ભાજપને ખેડૂત વિરોધી હોવાની છાપ ઉભી કરવામાં સતત વ્યસ્ત છે. જેમાં પણ હાલમાં જ ખુબ જ ગાજેલું મગફળીકાંડ, બારદાન કાંડ અને ત્યાર બાદ બિયારણ અને ખાતરના વધતા ભાવ તેમજ ખેડૂતોને નહીં મળતા પાકના પોષણક્ષમ ભાવ જેવા મુદ્દે ભાજપ સતત દબાણ રહી છે. તેમજ જૂની યોજનાના આંકડા આપીને ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણી પૂર્વે ભાજપ ગ્રામીણ વિસ્તારમાં તેનો જનાધાર ઓછો થાય તેમ ઇચ્છતું નથી. તેથી સરકારે નાછુટકે આ નિર્ણય જાહેર કર્યો છે. તેમજ સરકાર ખેડૂતોને સતત એવો આભાસ કરાવવા માંગે છે કે સરકાર તેમની દરકાર લઈ રહી છે.

તેવા સમયે ભાજપે આ બધા દબાણને હળવું કરવાના ભાગરૂપે ખેડૂતલક્ષી નિર્ણય લેવાની ફરજ પડી છે. જેમાં સરકારે વરસાદ ખેંચાતા રાજ્યભરના ૧ લાખ ૨૭ હજાર એકર વિસ્તારના ઉભા પાકને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય લીધો છે.જેમાં નર્મદા બંધમાંથી ખેડૂતો માટે ૨૦૦૦૦ ક્યુસેક પાણી સતત ૨૦ દિવસ સુધી છોડવામાં આવશે . જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના અંદાજે ૪૦૦ તળાવો ભરાશે. તેમજ સુજલામ સુફલામ કેનાલમાં ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ ઉપરાંત સૌની યોજના અંતર્ગત ૧૨૦૦ ક્યુસેક પાણી છોડી સૌરાષ્ટ્રના આજી-૧, મચ્છુ-૨, આકડીયા, ભીમદાદ, ગોમા જેવા બંધો નર્મદાના પાણીથી ભરાશે. રાજ્ય સરકારે પીવાના પાણીની સંભવીત જરૂરીયાત સામે આયોજન કર્યા બાદ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનો સરકારનો નિર્ણય લીધો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY