વાંચો.. Gujarat માં ભાજપે અમદાવાદ અને સુરતમાં મેયર તરીકે કેમ કરી પાટીદારની પસંદગી !

0
1844
Read Why Gujarat Bjp Selected Patidar Mayor For Ahmedabad And Surat Municipal Corporation

Gujarat માં પાટીદાર અનામત આંદોલનને લઈને ભીંસમાં મુકાયેલી ભાજપ સરકારે અમદાવાદ અને સુરતમાં નવા મેયરની જાહેરાતમાં પાટીદાર ફેક્ટરને મહત્વ આપ્યું છે. જેમાં બંને મહાનગરપાલિકા મેયરની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ છે. જેના પગલે ભાજપે આજે અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાના નવા મેયરની બોર્ડ બેઠકમાં નિમણુક કરવાની હતી. જેમાં ભાજપે અમદાવાદ શહેરના મેયર તરીકે સીનીયર કાઉનસીલર બિજલ પટેલ અને સુરતના મેયર તરીકે ડો. જગદીશ પટેલની વરણી કરી છે. જયારે ભાવનગરના મેયર તરીકે ક્ષત્રિય મનહર મોરીની વરણી કરી હતી.

જો કે ગુજરાતમાં મહત્વની મહાનગરપાલિકામાં પાટીદાર મેયરની વરણી કરીને ભાજપ પાટીદાર સમાજને સકારાત્મક મેસેજ આપવામાં માંગે છે. તેમજ આગામી લોકસભા ચુંટણીમાં ભાજપ માટે પાટીદાર મતો મહત્વના છે. તેમજ તેમાં પણ શહેરી વિસ્તારોમાં પાટીદારોના મત મેળવવા પણ મહત્વના છે. આ નિમણુકના પગલે ભાજપ શહેરી વિસ્તારોમાં પાટીદાર સમાજના ડેમેજ કન્ટ્રોલ પણ કરી શકશે. જેનો ફાયદો ભાજપને લોકસભાના થશે તે પણ નિશ્ચિત છે.

જેમાં આજે અમદાવાદના નવા મેયર તરીકે પાટીદાર બિજલબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે અમોલ ભટ્ટની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે રાજુભાઈ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહની વરણી કરવામાં આવી છે.

સુરતમાં મેયર તરીકે ડો. જગદીશ પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે નીરવ શાહની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણૂક કરવામાં આવી છે

જયારે ભાવનગરમાં મેયર તરીકે મનહર મોરીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર પદે અશોક બારૈયાની વરણી કરવામાં આવી છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે યુવરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY