વાંચો… મોદી સરકાર કેમ લાગુ નથી કરતી સ્વામીનાથન કમિટીની ભલામણો

0
1009
Read Why Modi Government Not Implement Swaminathan Committee Recomandation

દેશમાં Modi સરકાર સ્વામીનાથન કમિટીની ભલામણોને લાગુ કરવાના લઈને ગંભીર નથી.પ્રોફેસર એમ.એસ. સ્વામીનાથનને દેશમાં હરિયાળી ક્રાંતિના જનક માનવામાં આવે છે. તમિલનાડુના આ કૃષિ નિષ્ણાતે ૧૯૬૬માં મેક્સિકોમાં બીજને અન્ય બીજ સાથે મિશ્ર કરીને શંકર ઘઉંનું બીજ વિકસિત કર્યું હતું.

જયારે વર્ષ ૨૦૦૪માં સ્વામીનાથનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ખેડૂત આયોગ બનાવવામાં આવ્યું હતું. આ આયોગે ઓક્ટોબર ૨૦૦૬માં પોતાની રીપોર્ટ આપી હતી. પરંતુ તે સમયે જ તેનો યોગ્ય અમલ કરવામાં આવ્યો ન હતો. બે વર્ષમાં આ આયોગે ૬ રીપોર્ટ તૈયાર કર્યા હતા. જેમાં ખેતીના વિકાસ અને ખેડૂતના આર્થિક સમૃદ્ધી માટે ભલામણ કરવામાં આવી હતી.

આ જ ભલામણોને લાગુ કરવા માટે એક વર્ષ પૂર્વે મધ્યપ્રદેશના મંદસૌરમાં હિંસક આંદોલન થયું હતું. તેમજ હમણાં થોડા સમય પૂર્વે મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોએ આંદોલન કર્યું હતું. જયારે હાલ હવે ૨૨ રાજ્યોના ખેડૂતો પણ આ આયોગની ભલામણને લાગુ કરવાની માંગ કરી રહ્યાં છે.

સ્વામીનાથન કમિટીની ભલામણો

– પાકની ઉત્પાદન કિંમતથી ૫૦ ટકા વધારે કિંમત ખેડૂતોને આપવામાં આવે.
– ખેડૂતોના સારી ગુણવત્તાનું બિયારણ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે.
– ગામડાઓમાં ખેડૂતોની મદદ માટે વિલેજ નોલેજ સેન્ટર બનાવવામાં આવે.
– મહિલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બહાર પાડવામાં આવે.
– ખેડૂતો માટે કૃષિ જોખમ ફંડ ઉભું કરવામાં આવે, જેના કારણે કુદરતી આફતના સમયે ખેડૂતોની મદદ કરી શકાય.
– સરપ્લસ તેમજ પડતર જમીનના ટુકડાઓનું વિતરણ કરવામાં આવે.
– ખેતીલાયક જમીન તેમજ જંગલની જમિનને બિન-ખેતીના ઉદેશ્ય માટે કોર્પોરેટ્સને સોંપવામાં ન આવે.
– પાક વીમાની સુવિધા આખા દેશમાં દરેક પાક માટે આપવામાં આવે.
– દરેક ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂત માટે ખેતી કરજની વ્યવસ્થા કરવામાં આવે.
– સરકારની મદદથી ખેડૂતોને આપવામાં આવતા કરજ પર વ્યાજદર ઘટાડીને ચાર ટકા કરવામાં આવે.
– કુદરતી આફતના સમયમાં પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી કરજ વસુલાત અને વ્યાજ વસુલાતમાં રાહત ચાલુ રહે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY