સુપ્રિમ કોર્ટનો મહિલા સુરક્ષા અંગે મહત્વનો ચુકાદો, દહેજ કેસમાં આરોપીની તાત્કાલિક ધરપકડને મંજુરી

0
137
Supreme Court Give Importence Verdict On Women Safety Drawary Case Instant Arrest Of Culprit Possible

સુપ્રિમ કોર્ટે દેશભરમાં લગ્ન બાદ દહેજ મારફતે થઈ રહેલા મહિલા અત્યાચાર અંગે લાલ આંખ કરી છે. તેમજ મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપીને હવે દહેનના કેસમાં આરોપીને તાત્કાલિક ધરપકડની મંજુરી આપી છે. જેના પગલે અત્યાર સુધી મહિલાના પતિને મળતું કાનૂની રક્ષણ દુર થયું છે. જેમાં સુપ્રીમ કોર્ટે અગાઉના પોતાના ચુકાદામાં મોટો ફેરફાર કરીને પતિની ધરપકડ માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, ફરિયાદોનો નિકાલ લાવવા માટે પરિવાર કલ્યાણ કમિટિની જરૃર નથી. મામલામાં આરોપીઓની તરત ધરપકડ પર મુકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લઇને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમાજમાં ભોગ બની રહેલી મહિલાની સુરક્ષા માટે આ પ્રકારના પગલા જરૂર છે.

સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આરોપીઓ માટે વચગાળાની જામીન માટે માર્ગ ખુલ્લો છે. કોર્ટના ચુકાદા મુજબ પોલીસ સીઆરપીની કલામ ૪૧ હેઠળ કામ કરી શકશે જેમાં પુરતા પ્રમાણમાં આધાર હોવા પર ધરપકડની જોગવાઈ રહેલી છે. દહેજ અત્યાચારના મામલામાં સુપ્રીમ કોર્ટના બે જજની બેંચે ગયા વર્ષે આપવામાં આવેલા પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, દહેજ અત્યાચારના કેસમાં સીધીરીતે ધરપકડ થઇ શકશે નહીં પરંતુ આ ચુકાદા બાદ ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વવાળી ત્રણ જજની બેંચે કહ્યું હતું કે, દહેજ અત્યાચારના મામલામાં જે સેફગાર્ડ આપવામાં આવ્યા છે તેની પાછળ તેઓ સહમત નથી.

બે જજની બેંચના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વમાં ત્રણ જજની બેંચને બીજી વખત વિચારણા કરવા માટે કહેવામાં આવ્યું હતું અને સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. ૨૭મી જુલાઈ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટની બે જજની બેંચે કહ્યું હતું કે, આઈપીસી કલમ ૪૯૮એ એટલે કે દહેજ અત્યાચાર મામલામાં ધરપકડ સીધીરીતે થઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દહેજ અત્યાચાર મામલાને જોવા માટે દરેક જિલ્લામાં એક પરિવાર કલ્યાણ સમિતિ બનાવવાનો અગાઉ આદેશ આપવામાં આવ્યો હતો. સમિતિના રિપોર્ટ બાદ ધરપકડ કરવાની વાત કરવામાં આવી હતી તે પહેલા ધરપકડ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દહેજ અત્યાચાર મામલામાં કાયદાના દુરુપયોગ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી.

સુપ્રીમ કોર્ટે આજે તેના અગાઉના ચુકાદામાં સુધારો કર્યો હતો. ફરિયાદીઓને હેરાન કરવાના સંદર્ભમાં પણ કમિટિની રચના કરવા અગાઉ કહેવામાં આવ્યું હતું. ૨૩મી એપ્રિલના દિવસે સુપ્રીમ કોર્ટે ચુકાદાની ફેર સમીક્ષાની માંગ કરતી શ્રેણીબદ્ધ અરજીઓ ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, ખાનવીલકર અને ચંદ્રચુડની બનેલી બેંચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વપૂર્ણ તારણ આપ્યા હતા. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લા મહિલા વકીલોની એક ટીમ દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા એનજીઓ ન્યાયધારાએ આ અરજી કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY