વાસ્તુ પ્રમાણે દેવસ્થાનની યોગ્ય પસંદગી કરો

0
7458
According to Vastu Choose God Place

જ્યારે ઇશ્વરના નામે માનવ પૂજવા લાગે ત્યારે સંસ્કૃતિનું પતન થાય છે. સુસંસ્કૃતતાની સમજણ માટે જરૂરી છે હકારાત્મક ઊર્જા, જે મળે છે વાસ્તુ નિયમોથી. આજે આપણે વિરેશભાઇના મકાનનો અભ્યાસ કરીએ. પ્લોટનો આકાર સમચોરસ નથી. ઇશાન ખૂણો ૯૦ અંશથી ઓછો થાય છે. આ બાબત હકારાત્મક ગણી શકાય. માત્ર ઇશાન ખૂણો જ ૯૦ અંશથીઓછો થાય તો તેને વાસ્તુ નિયમો પ્રમાણે સારું ગણાય. પ્લોટની મુખ્ય એન્ટ્રી દક્ષિણ અગ્નિમાં છે તેથી આ જગ્યા નારીપ્રધાન ગણાય, પરંતુ નારીને વિવિધ સમસ્યાઓ પણ આવે. પ્લોટમાં દક્ષિણથી નૈઋત્ય તરફ ઓટલો આવેલો છે. આ સ્થિતિ સારી ગણાય, પરંતુ નૈઋત્યમાં ઓટલો આવવો જ જોઇએ તે માન્યતા ખોટી છે.

વળી, ઓટલાના લીધે નાક, કાન, ગળાને લગતી તકલીફ આવી શકે. ઘરમાં પણ ઉત્તરી વાયવ્ય અને ઇશાનમાં બહાર પ્રોજેકશન છે, આનાથી પડવા-આખડવાની ઘટના અથવા બાળકોની ચિંતા, તણાવ જેવી સમસ્યાઓ આવી શકે છે. માતૃસુખમાં થોડી ઓછપ આવે. ઉત્તર કરતાં દક્ષિણમાં માર્જિન વધારે છે તેથી આર્થિક તણાવ ઉપરાંત માન-સન્માન ઓછું થાય તેવી ઘટના બને. પશ્ચિમની દીવાલ કોમન હોવાથી સારી ઊર્જા મળે કારણ કે પૂર્વમાં માર્જિન વધારે મળે છે.

ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ મધ્યમાંથી છે. બેઠકરૂમ ઇશાનમાં છે તે સારું ગણાય, પરંતુ બેઠક વ્યવસ્થા નૈઋત્યમુખી હોવાથી છમકલા થયા કરે. ઇશાનમાં દેવસ્થાન યોગ્ય ગણાય, તેનાથી ઘરને ખૂબ જ સારી ઊર્જા મળે છે, પરંતુ તેના પરથી દાદરો પસાર થાય છે તેથી ખૂબ તણાવ રહે, અકળામણ થાય. રસોઇઘર યોગ્ય જગ્યાએ છે. આ જગ્યાએ કામ કરતી સ્ત્રીને પોતાની રસોઇ માટે ગર્વ હોય પરંતુ રસોઇ કરવાની દિશા દક્ષિણ તરફ હોવાથી ગુસ્સાવાળો સ્વભાવ હોય. ફ્રિજ પશ્ચિમમાં ખૂલતું હોવાથી ખાતી વખતે યા ખાધા બાદ તકલીફ થઇ શકે.

દક્ષિણ મધ્યમાં ટોઇલેટ જનરેશન ગેપ આપે. નૈઋત્યમાં બેડરૂમ ખૂબ સારો ગણાય અને દક્ષિણ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા યોગ્ય છે. માત્ર સૂતી વખતે બારી પર પડદો નાખવો જરૂરી છે. બીજો બેડરૂમ વાયવ્યમાં છે તે પણ યોગ્ય ગણાય, પરંતુ પશ્ચિમ તરફ સૂવાથી ઊંઘ પૂરી થયાનો સંતોષ ન થાય અને વ્યર્થ ભ્રમણ પણ થાય. ઉત્તર વાયવ્યમાં ટોઇલેટ પેટને લગતી તકલીફ આપે. આમ નકશામાં વાસ્તુ નિયમોથી બનાવેલા મકાનમાં પણ સમસ્યાઓ દેખાય છે.

આ સમસ્યાના નિવારણ માટે સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબની રચના કરવી જરૂરી છે. ઇશાનમાં પાંચ તુલસી, વાયવ્યમાં બીલી અને અગ્નિમાં ફૂલ દાડમ વાવવા ઉપરાંત ઘરમાં મટ્ટીપલ, અંબરનો ધૂપ કરવો જરૂરી છે. દર ગુરુવારે ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ લગાવી ઉંબરો પૂજવો અને દત્ત બાવની વાંચવી. સૂર્યને જળ ચઢાવવું. ઘરની સ્ત્રીએ ગાયત્રી મંત્ર કરવા, લક્ષ્મીપૂજા કરવી, ગણપતિ ભગવાનને ગોળ ધરાવવો. ફ્રિજ પર કાચના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી. શિવલિંગ પર પાણી, દૂધ, શેરડીનો રસ, મધ, ચોખા, ચંદનથી અભિષેક કરવો અને બીલી પત્ર ચડાવવા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY