જાણો….વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આઠેય ખૂણાઓમાં ઇશાન ખૂણો કેમ છે મહત્વનો

0
7628
According to Vastu, Northeast Corners are the Most Important in All the Corners

કોઈ પણ ઘર અથવા ઓફિસ કે બિલ્ડિંગ બની રહ્યાં હોય તેમાં વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી ઇશાન ખૂણો ખૂબ જ અગત્યનો ગણાય છે. જ્યારે પણ વાસ્તુ આધારિત બાંધકામ કરાવતાં હો ત્યારે ઇશાન ખૂણાને લગતાં વિવિધ વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવાથી લાભ થાય છે.

ઇશાન ખૂણો એટલે કે પૂર્વ દિશાના ઉત્તરના ભાગને પૂર્વી ઇશાન કહે છે તથા ઉત્તર દિશામાં પૂર્વ દિશાના ભાગને ઉત્તરી ઇશાન કહે છે. ઇશાન ખૂણાનો પ્રભાવ ઘરના માલિક અને બાળકો પર વધારે પડે છે. ઘરના દરવાજા પણ પૂર્વી ઇશાન કે ઉત્તરી ઇશાન ખૂણામાં બનાવવા લાભપ્રદ છે.

વાસ્તુ પ્રમાણે જોઈએ તો આઠેય ખૂણાઓમાં ઇશાન ખૂણો સૌથી અગત્યનો છે. ઉત્તર ઇશાન દિશા ખૂબ જ અસરકારક છે. જો કોઈ રહેઠાણ, ઔદ્યોગિક સંસ્થા કે વ્યવસાયિક પરિસરનું મુખ્ય દ્વાર ઉત્તર ઇશાન ખૂણામાં બનાવવામાં આવે તો ઘરના માલિકને ખૂબ જ લાભ થાય છે. ઘરનો ઇશાન ખૂણો અન્ય દિશા કરતાં મોટો હશે તો ઘરમાં કાયમી સુખ-સંપત્તિ રહેશે.

ઇશાન ખૂણામાં પાણીની ટાંકી, અથવા તો પાણી સંગ્રહવાનું કોઈ પણ સાધન રાખવું. ઇશાન ખૂણામાં જળદેવતાને રાખવાથી ઘરના લોકોની સતત પ્રગતિ થાય છે.

ઇશાન ખૂણામાં પૂર્વ તરફનો ઢાળ પુરુષોની પ્રગતિ કરાવડાવે છે. જ્યારે ઇશાન ખૂણાને ઉત્તર તરફનો ઢોળાવ સ્ત્રીઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY