Vastu કરાવે મોટા લાભ

0
5167
Huge Benefits of Vastu

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો કોઇ સુધારા-વધારા કરવા હોય તો તોડફોડ કરવાની આવશ્યકતા નથી રહેતી. કંઇક આવા જ નાના ઉપાયો છે જેને અપનાવવાથી આપ મોટો લાભ મેળવી શકશો. આવો, જાણીએ કેટલાક ઉપયોગી સુચનો.

– તિજોરીને ક્યારેય દક્ષિણમુખી ન મૂકવી.
– મંદિર હંમેશા ઈશાન ખૂણામાં જ રાખવું.
– ઘર જો દક્ષિણમુખી હોય તો સામેની બાજુએ લીલો રંગ રાખવો.
– ઘરમાં કોઈ વધારે બીમાર રહેતું હોય તો એક નાની વાટકીમાં કેસર ઓગાળીને મૂકી રાખવું.
– ઘરમાં વધારે ઝઘડા થતા હોય તો કાંટાવાળા છોડ કાઢી નાંખવા.
– ઘરમાં જો કંઇ સારું ન થતું હોય તો ગણપતિની મૂર્તિની સ્થાપના કરો.
– ઘરના મુખ્ય દરવાજા પર જમણી તરફ સૂંઢવાળા ગણપતિનું ચિત્ર લગાવવું.
– ઘરની આસપાસ ફળવાળા વૃક્ષ-છોડ ન રાખવા અને જો પહેલેથી તે હોય તો દૂર કરવા.
– ઘરમાં હિંસક જીવજંતુના ચિત્રો ન લગાવવા.
– સાંજે પાણિયારા પર દીવો કરવો.
– દેવું હોય તો દરરોજ સ્ટેન્ડ પર ઘડો મૂકી તેની નીચે દીવો કરવો.
– ઘર બંધાતું હોય ત્યારે ધ્યાનમાં રાખવું કે રસોઈઘર અગ્નિખૂણામાં હોય, જો પહેલેથી જ રસોઈઘર કોઇ બીજી દિશામાં હોય તો તેમાં લાલ રંગ કરાવી તેનો દોષ દૂર કરાવી શકાય છે.
– રસોઇઘરના સ્ટેન્ડ પર કાળા પથ્થર ન નંખાવવા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY