ઘરમાં સમૃદ્ધિ માટે લાવો મની પ્લાન્ટ

0
1499
Bring money for the enrichment plant at home

ઘરમાં પ્લાંટ્સ રાખવાથી સમૃદ્ધિ જળવાઇ રહેશે. તેથી ઘરમાં મની પ્લાન્ટ લગાવો. આર્ટિફિશિયલ પ્લાન્ટ અને ફુલોથી પણ ઘરને સજાવી શકો છો. આવુ કરવાથી ઘર શણગારેલુ, શાંતિ આપનારુ અને સુખમય વાતાવરણ લાગશે. મોટાભાગના ઘરોમાં મની પ્લાન્ટનો છોડ જોવા મળે છે. કોઈક પોતાના ઘરની બાલ્કનીમાં તો કોઈક પોતાના ઘરમાં આ પ્રકારના સુંદર છોડને સજાવે છે. તો કેટલાક વળી તેની આખી વેલની ઘર પર સજાવટ કરે છે.

મની પ્લાન્ટના શોખીનઓએ પોતાના છોડની માવજત માટે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જેમકે છોડને હંમેશા છાંયો હોય એવી જ જગ્યાએ મુકવા જોઈએ. સમય અંતરે તેના સૂકાયેલી ડાળી અને પત્તાને કાપી નાખવા જોઈએ જેથી તેની સુંદરતામાં વધારો થાય. પ્લાન્ટને જો કૂંડામાં લગાવામાં આવ્યા હોય તો વર્ષે કે ડોઢ વર્ષના અંતરે બીજા કૂંડામાં લગાવવા જોઈએ.

આ છોડને ક્યારીઓ, કૂંડા કે ડબ્બામાં લગાવામાં આવે છે. એવી માન્યતા છે કે મની પ્લાન્ટનો છોડ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. છોડનાં પત્તાં લીલા રંગના હોયથી તેના પર નજર પડતા ઠંડકનો અહેસાસ કરાવે છે.
થોડા થોડા સમયે તેમાં ખાતર પાણી પણ નાખતાં રહેવું જોઈએ જેથી તેની સારી રીતે વૃદ્ધિ થઈ શકે. બે ત્રણ મહીનાનાં અંતરે આ પ્લાન્ટમાં ડીએપી કે યૂરિયા ખાતર નાખવાથી પત્તાનો લીલો રંગ જળવાઈ રહે છે. મની પ્લાન્ટના પત્તા, આકાર અને રંગને આધારે તેને કેટલાક ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY