કપૂરના આ ઉપાય તમને કરશે માલામાલ

0
11201
Camphor This Type Of Use Increase Wealth

ઘર માં રાત્રે ઉંઘતી વખતે ચાંદીની વાટકીમાં Camphor અને લવિંગ પ્રજવલિત કરો. આ ટુચકો કેટલાંક દિવસ સુધી રોજ અજમાવો .આ ટુચકો તમને ધનવાન અને માલામાલ બનાવી દેશે. તેમજ તમારી પૈસાની કમી ક્યારેય ઉભી નહીં થાય. જયારે હજારો પ્રયત્ન પછી પણ તમારા નસીબમાં કોઈ સારી બાબત ન થતી હોય ત્યારે કપૂર તમારી કિસ્મતના તાળાને અનલોક કરી દેશે.

આ ઉપરાંત કપૂરના અન્ય ઉપાયમાં શનિવારે કપૂરના તેલના ટીંપા પાણીમાં નાંખો અને તે પાણીથી તમે રોજ સ્નાન કરો. આ ટુચકો પણ તમારી કિસ્મતનું તાળું ખોલી નાંખશે. તેમજ આ ઉપાય તમને બીમારીથી પણ બચાવશે.

આં ઉપરાંત કપૂરની ટિકડીમાં અપાર શક્તિ છુપાયેલી છે. પૂજા-પાઠ ઉપરાંત તાંત્રિક ક્રિયાઓમાં પણ કપૂરનો ઉપયોગ થાય છે. તાંત્રિક વિધિઓમાં આત્માનું આહવાન કરવામાં કપૂરનો જ ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધવારના દિવસને પણ ખાસ માનવામાં આવે છે. આ દિવસ ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે, તેમાં પણ જો કપૂરના કેટલાક પ્રયોગો આ દિવસે કરવામાં આવે તો સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

ઘરમાં પૈસાની બચત થતી ન હોય તો સૂર્યાસ્તના સમયે ઘરમાં કપૂર અવશ્ય સળગાવવું. ઘરના દરેક રૂમમાં તે દીવો ફેરવવો અને પછી તેને મંદિરમાં રાખી દેવો જોઈએ.આ ઉપરાંત સંધ્યા સમયે ઘરના બેડરૂમમાં કપૂર પ્રગટાવવાથી રોગ-શોક દૂર થાય છે.જયારે ગંગાજળમાં કપૂર ઉમેરી અને ઘરના મુખ્ય દરવાજા પર છાંટો.તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY