જાણો…નૂતન વર્ષનું મહત્વ

0
2354
New Year Importance99

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે, અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે.

વિક્રમ સંવતના પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહત્ત્વ છે. દિવાળીની આતશબાજીમાં વીતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે. દિવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે. નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂરા કરવા માટે વડીલોની આશિષ મેળવવવામાં આવે છે.

વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓનો સમ્પુટ છે ભારતીય સંસ્કૃતિ અને તેના હેઠળ ઉજવાતા દરેક ઉત્સવનો પોતાનો એક મહિમા છે, એક નક્કી વિચારસરણી છે. સામાન્ય પ્રજાના હૃદયને ઉત્સાહ અને ઉમંગથી ભરી દેનાર આપણા ઉત્સવો કદાચ વિશ્વના અન્ય દેશોના ઉત્સવોની સરખામણીએ અનેક ગણાં વધુ સાર્થક છે. એવું જ ઉત્સવ છે નૂતન વર્ષનું. દેશના વિવિધ રાજ્યોમાં આ નૂતન વર્ષ જુદા-જુદા સમયે ઉજવાય છે કે જેની સાથે સ્થાનિક લોકોના ક્રિયાકલાપો તથા પ્રજાભાવના સંકળાયેલાં હોય છે. ગુજરાતમાં નૂતન વર્ષ દીવાળીના પછીના દિવસે ઉજવાય છે. તેની પાછળ પણ એક નિશ્ચિત કારણ, એક નિશ્ચિત ખ્યાલ તથા લાગણી છુપાયેલાં છે.

નવું – બેસતું વર્ષ

નવા વરસે નવલા રે થઇએ
એકબીજાને આનંદથી મળીયે
બધે હસી ખુશી વહેંચતા ફરીએ
અજ્ઞાન દુર કરી જ્ઞાનની જ્યોત પ્રગટાવીએ
દુર્ગુણો દુર કરી સદગુણો અપનાવીએ
નિરાશા ખંખેરી આશાનો દીપ જ્લાવીએ
નવા વરસે નવલા બની નવેસરથી
નવું વર્ષ હળીમળી પ્રેમથી ઉજવીએ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY