વાસ્તુના અમુક સિદ્ધાંતો દ્વારા થાય છે મોટા ફાયદા

0
3301
Importance of Vaastu for Big Profits

વાસ્તુ શાસ્ત્રનો પ્રાદુર્ભાવ ચોક્કસપણે લોકહિત માટે જ આ ધરતી પર થયો છે. મકાન ભલે રહેવા માટે હોય કે વેપાર માટે હોય, તેનુ નિર્માણ વાસ્તુશાસ્ત્રના સિધ્ધાંતો પર જ કરવુ જોઈએ. આ તેથી પણ જરૂરી છે કે વાસ્તશાસ્ત્રમાં બતાવેલ સૂત્ર અને મકાનનું બાંધકામની વિધિનો ઉલ્લેખ, આ વિષયના પૂર્વાચાર્યોએ કર્યો છે. જે ખૂબ જ મનન-ચિંતન, અભ્યાસ અને અનુભવના આધાર પર કરવામાં આવ્યો છે. તેથી જ્યારે પણ તમારો ઈરોદા મકાનનુ નિર્માણ કરવાનો હોય તો આ શુભ કાર્ય કરતા પહેલા વાસ્તુશાસ્ત્રના મુજબ, તેની દરેક વાત પર વિચાર કરવો ઉત્તમ રહેશે.

જેમકે શિલાન્યાસ માટેનું મૂર્હત, કાળ, સ્થિતિ, લગ્ન, કોણ વગેરે. ત્યારબાદ મકાનમાં બાંધવામાં આવનારા કક્ષોનુ માપ, આંગણ, રસોડુ, બેડરૂમ, કોમનરૂમ, સ્ટોરરૂમ, બાલકની વગેરેની સ્થિતિ પર વાસ્તુ મુજબ વિચાર કરીને જ મકાનનુ નિર્માણ કરવુ જોઈએ. વાસ્તુશાસ્ત્રના મુજબ મકાનમાં સૌથી પહેલા દીવાલો તરફ વધુ ધ્યાન આપવુ જોઈએ. દીવાલ સીધી અને એક આકૃતિવાળી હોવી જોઈએ. ક્યાંકથી જાડી અને ક્યાંકથી પાતળી દીવાલ હોવાથી અશુભ થઈ શકે છે અને ગૃહસ્વામી અથવા તેનુ કુંટુબ મુશ્કેલીમાં પડી શકે છે.

જે જમીન પર ગધેડો આળોટે છે, ભુંડ બચ્ચા આપતુ હોય તેમજ જ્યાં કોઈની હત્યા થઈ હોય તે ભુખંડ પર રહેનારાઓએ સૌ પ્રથમ શુદ્ધિ કાર્ય કરાવડાવું જોઈએ, પછી રહેવા માટેનો વિચાર કરવો જોઈએ. ઘરના મધ્ય સ્થાને થાંભલો હોય તો બધા જ કામો બગડે છે.

ઘરની ઉત્તર દિશામાં જો કોઈ ધોબી રહેતો હોય તો ગૃહસ્વામીને કેટલીયે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘરની પુર્વમાં પીપળાનું ઝાડ અશુભ ફળ આપે છે. તેને લીધે હંમેશા ધનની હાનિ થાય છે. જ્યાં આસોપાલવનું ઝાડ હોય છે તે ઘર શુભ ફળ આપે છે. એટલે કે ઘરની સીમામાં અશોકનું ઝાડ લગાવવું જોઈએ.

તમારી રુચિ મુજબ સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા તમારા બેડરૂમમાં તમારા ઓશિકા તરફ ખૂણામાં સજાવો.

– બેડરૂમામં એંઠા વાસણો ન મૂકશો, આનાથી તમારી પત્નીનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે, પૈસાની કમીનો અનુભવ થાય છે.

– કુંટુબનો કોઈ સભ્ય જો માનસિક તાણ અનુભવતો હોય તો કાળા હરણનુ આસન બિછાવી સૂવાથી લાભ થાય છે. કોઈ પણ સભ્યને ખરાબ સ્વપ્ન આવતા હોય તો ગંગાજળ માથા પાસે મૂકીને સૂઈ જાવ.

– પરિવારમાં કોઈ રોગથી પીડિત હોય તો ચાંદીના પાત્રમાં શુધ્ધ કેસરયુક્ત ગંગાજળ ભરીને માથા પાસે મૂકો.

– જો કોઈ વ્યક્તિ માનસિક તાણ અનુભવતો હોય તો રૂમમાં ચોખ્ખા ઘી નો દિવો લગાવી મૂકો અને સાથે સાથે ગુલાબની અગરબત્તી પણ લગાવો.

– બેડરૂમમાં સાવરણી ન મૂકશો. તેલનો ડબ્બો વગેરે ન મૂકો. ખોટી ચિંતા થતી રહેશે. જો તકલીફ પડી રહી હોય તો ઓશિકા નીચે લાલ ચંદન મૂકીને સૂઈ જાવ

– જો દુકાનમાં ચોરી થતી હોય તો દુકાનના ઉંબરા પાસે પૂજા કરીને મંગલ યંત્ર સ્થાપિત કરો.

– દુકાનમાં મન ન લાગતુ હોય તો સફેદ ગણપતિની મૂર્તિ વિધિવત પૂજા કરીને મુખ્ય દરવાજા આગળ અને પાછળ સ્થાપિત કરવી જોઈએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY