તિલકનું મહત્વ

0
8809
Know the importance of Tilak

Tilak પૂજા અને ભક્તિનુ એક મુખ્ય અંગ છે.

ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષતથી સુશોભિત કરવામાં આવે છે.

તિલક સૌભાગ્યનું પ્રતીક પણ છે. વિવાહ ઉપરાંત સ્ત્રી પોતાનું જીવન પતિને સમર્પિત કરે છે એટલા માટે તે પતિના નામનું તિલક કરે છે.

જયારે પતિનું અવસાન થાય છે ત્યારે તિલક દૂર કરવામાં આવે છે.

તિલક કપાળ પર બંને આઈબ્રોની વચ્ચે નાસિકાની ઉપર પ્રારંભિક સ્થળ પર લગાવવામાં આવે છે. જે આપણા ચિંતન-મનનનું સ્થાન છે.

આ ચેતન-અવચેતન અવસ્થામાં પણ જાગૃત અને સક્રિય રહે છે. જેને આજ્ઞા ચક્ર પણ કહેવામાં આવે છે.

આ ચક્રના જમણી બાજુ અંજિમા નાડી અને ડાબી બાજુ વર્ણ નાડી છે.

આ બંનેના સંગમ બિંદુ પર સ્થિત ચક્રને નિર્મલ, વિવેકશેલ, ઉર્જાવાન, જાગૃત રાખવાની સાથે જ તણાવમુક્ત રાખવા માટે તિલક લગાવવામાં આવે છે.

આપણું મસ્તિષ્ક એક અનોખું યંત્ર છે. આની તુલના આપણે સંગણક સાથે કરી શકીએ છીએ.

આપણું મસ્તિષ્ક એક એવું સંગણક છે કે જે કોઈ પણ પ્રકારના સંશય વગર ચાલે છે. એક પ્રસુપ્ત શક્તિ આ સંગણકને ચલાવે છે.

આ શક્તિને આપણે “સરસ્વતી” કહીએ છીએ.

દેવી સરસ્વતીની કૃપાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને આપણે માનીએ છીએ કે દેવી સરસ્વતીનું નિવાસ આપણા મસ્તિષ્કમાં છે.

સ્નાન બાદ દેવી-દેવતાઓની પ્રતિમાને ચંદન સમર્પિત કરવામાં આવે છે. પૂજા કરનાર પણ પોતાના મસ્તક પર ચંદનનું તિલક લગાવે છે.

ચંદન સુગંધિત હોય છે અને તે શીતળતા બક્ષનારું હોય છે.

ભગવાનને ચંદન અર્પણ કરવાનો ભાવ એ હોય છે કે, અમારું જીવન પણ ચંદનની જેમ કૃપાથી સુગંધિત અને શીતળતા આપનારું બને.

હંમેશા ઉત્તેજનામાં આપણા કાર્યો બગડી જાય છે.

ચંદન લગાડવાથી ઉત્તેજના કાબુમાં આવે છે. ગણેશજી, હનુમાનજી, માતાજી કે અન્ય મૂર્તિઓમાંથી સિંદૂર કાઢીને કપાળ પર ન લગાવવું જોઇએ.

સિંદૂર ઉષ્ણ હોય છે. ચંદનને નાના ચાલ્લાના સ્વરૂપમાં બે ભ્રમરોની વચ્ચે લગાવવામાં આવે છે.

પરંપરાગત રીતે ભગવાન શિવ અને દેવી શક્તિને રીઝવવા માટે કરવામાં આવતા યજ્ઞોમાં વાપરવામાં આવતા લાકડાની ભસ્મ અથવા રાખમાંથી આ તિલક કરવામાં આવે છે.

તિલકની બે મુખ્ય ભિન્નતાઓમાંથી આ અન્ય કરતાં વધુ પ્રાચીન છે અને સમગ્ર દુનિયામાં ધારણ કરવામાં આવતાં ચિહ્નોમાંથી તેમાં ઘણી બાબતો મળતી આવે છે.

દેવી શક્તિના ઘણા પૂજકો કપાળની ઉપર કંકુથી ચતુર્ભુજ જેવું નિશાન કરશે, ખાસ કરીને દક્ષિણ ભારતીયો અથવા દક્ષિણ ભારતીયોના વંશજો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY