જાણો … વાસ્તુશાસ્ત્રમાં ઇશાન ખૂણાનું મહત્વ

0
11143
Vastu Tips Importance of Vastu Due to Corner in North East

આઠેય દિશામાં ઇશાન ખૂણાનું મહત્વ સૌથી વિશેષ છે. આ વિભાગમાં વાસ્તુ સંબંધી ત્રુટિ હોવાથી કેટલીયે સમસ્યાનો સામનો કરવો પડે છે.

સૂર્યના ઉગતા કિરણો સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેના કિરણો જીવનને પોષણ પ્રદાન કરે છે. વાસ્તુશાસ્ત્રમાં એટલેજ ઉત્તર અને પૂર્વ વિભાગને અધિક ખુલ્લો રાખવાનો આગ્રહ રાખવામાં આવે છે. બપોર પછીના કિરણો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, એટલે જ વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ અને પશ્ચિમ દિશાને ઊંચી રાખવાનું સૂચન કરવામાં આવે છે. ઇશાન વિભાગ બંધ હોય તો ઊર્જા ના પ્રવેશમાં રુકાવટ આવે છે, જેના પરિણામો ઘણા જ અશુભ હોય છે. દરિદ્રતા, શત્રુતા અને આયુક્ષીણતા નો દોષ ઉત્પન્ન થાય છે.

ઘરનું નિર્માણ કરતા ઇશાન ખૂણા તરફ વધારો કરો. નિવાસની બહાર ઇશાન ખૂણામાં નદી કે ઢાલન હોય તો ધનસંપત્તિમાં અવશ્ય વૃદ્ધિ થાય છે. આ દિશામાં ઊંચ મકાન, પહાડ કે ગંદકીનું અસ્તિત્વ એ ગૃહ્સ્વમીને અશુભ પરિણામો આપશે. તક મળતા જ ઇશાન વિભાગને વધારવાનો પ્રયાસ કરો. આ વિભાગની જમીન કે ઘર ખરીદીને પોતાની જગ્યામાં જોડી દો, અવશ્ય ફાયદો થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY