સુખી દામ્પત્ય જીવન માટે અપનાવો આ ઉપાય

0
9813
Tips for Happy Married Life

જો તમે એવા વ્યક્તિને પરણ્યા છો જે દિલથી સાફ છે પરંતુ થોડી અહંકારી છે તો ચિંતા ન કરો. જો તમે ઈચ્છતા હોવ કે તેની અંદર રહેલ અહંકાર હંમેશા માટે સમાપ્ત થઈ જાય તો તમારે થોડી ઓછી મહેનત કરવી પડશે.

તેની દરેક નાની-મોટી સફળતા પર તેની પ્રશંસા કરવાનું ન ભૂલો. તે ગમે તે કામ કરે તો તેના વખાણ કરો પણ એક સીમામાં રહીને. તેને અહેસાસ કરાવો કે તે ખરેખર એક સારો પતિ છે.

જ્યારે પણ તે તમારી સાથે દલિલ કરવા લાગે તો તમે શાંત રહો અને તેના પ્રશંસાના પુલ બાંધવા લાગો. પ્રશંસા કરતી વેળાએ તેના પર દબાણ લાવો જેથી તે જાતે જ બોલી ઉઠે કે તેને કંઈ જ ખબર નથી પડતી અને તે એટલો પણ સમજદાર નથી જેટલો તમે માનો છો.

તેના વિચારોમાં નિખાલસતા આવશે અને તમારા સંબંધોમાં મિઠાસ પણ. અહંકારી લોકો સાથે એક સારી વાત એ હોય છે તેઓ પ્રેમની ભાષા સમજે છે.

આટલું ધ્યાન જરૂર રાખો.

-જો આપનો પતિ આપ માટે ક્યારેક ચા કે મેગી બનાવે છે ભલે તે ગમ્મે તેવી બની હોય તેના વખાણ જરૂર કરશો, તેણે આપ માટે પ્રેમથી કંઈક નવું કરવાનો પ્રયાસ તો કર્યો છે.

-જો આપ માટે ક્યારેક ગિફ્ટ લાવે તો તેને આવી તકે હગ આપવાનું કે કિસ આપવાનું ભૂલશો નહીં.

-ક્યારેક એમ બને પણ ખરાં કે તેની લાવેલી ગિફ્ટ આપને પસંદ ન પણ પડે પણ તેને તુંરત કહેશો નહીં, નહીંતર બીજી વખત ગિફ્ટ મેળવવી સપનું બની જશે.

-તેને આપ માટે પ્રેમ છે પણ તેને તેનો અહેસાસ કરવતા વાર લાગે છે. તો આપ થોડી પેસન્શ રાખો અને તેના સ્વભાવને સમજવાનો પ્રયાસ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY