વાસ્તુ દ્વારા મેળવો વેપાર- ધંધામાં સફળતા

0
5122
Profits in Business by Vastu

વાસ્ત્તુ શાસ્ત્ર પ્રમાણે તમે વેપારમાં પણ ધારી સફળતા મેળવી શકો છો. વેપાર વ્યવસાયમા ઉન્નતિ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે.

વાસ્તુ શાસ્ત્રો પ્રમાણે ચુંબકીય ઉત્તર ક્ષેત્રને કુબેરનું સ્થળ માનવામાં આવે છે. જે ધન વૃદ્ધિ માટે શુભ છે. જો કોઈ વ્યાપારિક વાર્તા, પરામર્શ અને લેણ-દેણ કરવાનું વિચારે તો હંમેશા પોતાનું મુખ ઉત્તર તરફ રાખે. ઉત્તર તરફ મુખ રાખવાથી વેપારમાં ખૂબ લાભ થશે.

વાસ્તુશાસ્ત્રની સાથે સાથે આ ક્રિયા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે એનાથી ચુંબકીય તરંગો વિદ્યમાન રહે છે અને મસ્તિષ્કની કોશિકાઓ સક્રિય થાય છે તથા સ્મરણશક્તિ અને વ્યાપાર શક્તિ વધતા કાર્યો સફળ થાય છે.

વેપારીઓ માટે મહત્વનું એ છે કે તેઓ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી ઉત્તર દિશા તરફ મોં રાખે અને કેશ બોક્સને મહત્વપૂર્ણ કાગળમાં ચેક બુકની ડાબી બાજુ રાખે. આ ઉપાયો કરવાથી ધન લાભ તો થશે જ સાથે સાથે સમાજમાં માન પ્રતિષ્ઠા પણ વધે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY