જાણો……ત્રણ પગવાળા દેડકાનું મહત્વ

0
4638
The importance of the three-legged Frog

જેમ જેમ સુખ સુવિધા વધારનારી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ધનની જરૂરિયાત વધતી જઈ રહી છે. વ્યક્તિ આ બધી સુવિધાને મેળવવા માટે વધુ મહેનત કરે છે. અનેક લોકો ખૂબ ધન કમાય છે પણ બચત નથી કરી શકતા. કેટલાક લોકો ખૂબ મહેનત પછી પૂરતુ ધન નથી એકત્ર કરી શકતા. તેના અનેક કારણ હોઈ શકે છે. જેમ મહેનતમાં કમી, કુંડળીમાં કોઈ ગ્રહ દોષ કે ઘરમાં વાસ્તુ દોષ. જો તમારી મહેનત અને નોકરી કે વ્યાપારિક પરિસ્થિતિઓ ઠીક છે પણ છતા પણ ધનની ઉણપ બની રહે છે. તો ફેંગશુઈમાં જણાવેલ ઉપાય અપનાવો. આ ઉપાયથી તમારે આવકમાં વધારો થશે અને ફાલતું ખર્ચા ઓછા થશે. આ ઉપાય છે ત્રણ પગવાળો દેડકો.

ત્રણ પગવાળો દેડકો બહુ ભાગ્યશાળી માનવામાં આવે છે. મોં માં સિક્કા લઈને ત્રણ પગ વાળો દેડકો હોય તે ખુબ ભાગ્યશાળી માનવામાં આવે છે. આજકાલ તો મોટાભાગના ઘરોમાં શુસોભન તરીકે આવા દેડકાને ઘરમાં રાખવામાં આવે જ છે. મોઢામાં સિક્કા લીધેલો ત્રણ પગવાળો દેડકો ઘરમાં એ રીતે રાખો કે જેથી એવુ લાગે કે તે ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનાથી એવુ લાગશે કે દેડકો તમારા ઘરમાં ધન લઈને આવી રહ્યો છે. પરંતુ યાદ રાખો કે દેડકનુ મોઢુ બહારની તરફ હશે તો પ્રભાવ પણ ઉલટો પડશે. આ દેડકાને ડ્રોઈંગરૂમમાં રાખવો શુભ છે, પરંતુ તેને ક્યારેય સંડાસ-બાથરૂમ તરફ ન મુકશો.

ફેંગશુઈમાં આ દેડકો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ધન સંબંધી મુશ્કેલીઓને દૂર કરે છે. સાથે જ ઘરમાં સકારાત્મક વાતાવરણ નિર્મિત કરે છે. જેનાથી ઘરના સભ્યોને માનસિક શાંતિ મળે છે અને બધા વચ્ચે પરસ્પર પ્રેમ કાયમ રહે છે. ધ્યાન રાખો કે જો ઘરમા અન્ય કોઈ મોટો વાસ્તુ દોષ હશે તો નિરાકરણ થવુ પણ જરૂરી છે. તમારા સૌભાગ્યની રક્ષા માટે કે તેની લાંબી વય માટે ડ્રેગન રાખો. તેને ડ્રોઈંગરૂમમાં રાખવો જોઈએ બેડરૂમમાં ક્યારેય ન રાખશો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY