જીવનમાં સુખ શાંતિ મેળવવા અપનાવો અસરકારક વાસ્તુ ટીપ્સ

0
10017
Have a look at various Vastu Tips for Peace and Happiness

– રાત્રે રસોડામાં જૂઠાં વાસણો ન પડી રહેવા દો, તેને સાફ કરીને મુકો.

– સાંજના સમયે કે દિવાબત્તીના સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો.

– સાંજે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધુમાડો કરો.

– દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ગુસ્સા પર કાબૂ આવે છે.

– બેડરૂમમાં મદિરાપાન ન કરો. નહી તો બીમાર પડશો નહી તો બિહામણાં સપના આવશે.

– કાંટાળા ઝાડ ઘરમાં ન લગાવો.

– કિચનમાં આગ અને પાણી સાથે ન મુકશો.

– તમારા ઘરમાં ચમકીલા પેઈંટ ન કરાવો.

– ઘરમાં તુલસીનો છોડ અવશ્ય ઉગાડવો, જેનાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે. નિયમિત તુલસીનાં પાન ખાવાથી તંદુરસ્ત પણ રહેવાય છે.

– ઘરના ઇશાન ખૂણામાં(ઉત્તર-પૂર્વ)ને હંમેશાં સ્વચ્છ અને ખુલ્લો રાખવો જોઈએ. જેથી સૂર્યનાં કિરણો સરળતાથી ઘરમાં આવી શકે.

– રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ હંમેશાં પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેના કારણે ભોજન હંમેશાં સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે. પૂર્વ દિશા તરફ મોં રાખીને જમવાથી વ્યક્તિની પાચનશક્તિમાં વધારો થાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY