શિક્ષણને ખુલ્લેઆમ હરાજી થતું જોયા પછી પણ શાંત રહી તેના ખરીદદાર બનવાની ખેવના રાખનાર સમાજની ખુમારી વિશે શક જાગે જ. આનું કારણ છે માણસની અંદર રહેલી નકારાત્મક શકિત. સત્યભણી જવા માટે જરૂરી છે હકારાત્મક ઊર્જા જે મળે છે વાસ્તુશાસ્ત્ર થકી.
જો મકાનનો આકાર લંબચોરસ હોય તો મકાનમાંથી પૂર્વનો ભાગ બહાર નીકળેલોહોય તો સંતાનને લગતી ચિંતા, આંખનાં દર્દ, લોહીવિકાર જેવી સમસ્યા આવી શકે છે. પૂર્વ મઘ્યનું દ્વાર આમાં થોડી રાહત આપી શકે છે. પૂર્વ મઘ્યના દ્વારથી ઘરના બધા સભ્યો એકસાથે ઘરમાં રહે તેવી સંભાવના ઘટે છે. મંદિરનું સ્થાન યોગ્ય છે માત્ર તેના ઉપર કોઇ પણ પ્રકારનું વજન રાખવું યોગ્ય નથી. બેઠકરૂમ યોગ્ય જગ્યાએ છે પણ દક્ષિણમુખી બેઠક વ્યવસ્થા ગુસ્સો વધારે છે.
ટેલિવિઝનનું સ્થાન યોગ્ય નથી, આથી વધારે સમય ટી.વી. જોવાથી ગુસ્સો વધારે આવે. રસોઇઘરનું સ્થાન યોગ્ય છે પણ દક્ષિણમુખી રસોઇ કરવાથી સ્ત્રીને ગોઠણથી નીચેના પગનો દુખાવો અથવા છંછેડાઇ જવાનો સ્વભાવ આવે છે. ચોકડી ખુલ્લી હોય તો તેના સ્થાન મુજબ તે આંખની બીમારી, નિરાશા, વ્યગ્રતા, રૂંધામણ જેવી સ્થિતિ આપી શકે. દાદર અને સ્ટોરનું સ્થાન યોગ્ય ગણાય. બ્રહ્મમાં ડાઇનિંગરૂમ હોય તો તેનો હકારાત્મક વપરાશ ન થાય. વળી, ગોળાકારના લીધે તે જગ્યાએ સાથે બેસવાનું થાય તો પણ ચર્ચાઓ વધારે થાય. ઉત્તરની કોમન દીવાલ કરતાં દક્ષિણની કોમન દીવાલવાળું મકાન વધારે સારું ગણાય.
નૈરઋત્યમાં બેડરૂમ ઘરની મુખ્ય વ્યક્તિ માટે યોગ્ય ગણાય અને તેમાં પણ દક્ષિણ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા આત્મબળ વધારે છે. વાયવ્યમાં ડ્રેસિંગ અને કપડાં રાખવાની જગ્યા હોઇ શકે. ઉત્તર વાયવ્યમાં બેડરૂમ હોઇ શકે છે, પરંતુ પશ્વિમમાં માથું રાખીને સૂવાની વ્યવસ્થા યોગ્ય નથી. ઉત્તરમાં ટોઇલેટ યોગ્ય ન ગણાય. તેનાથી બીમારી, અશાંતિ, ઘનહાનિ, નવી પેઢીને લગતા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. ઘરના ઉત્તરમાં ખાલી છોડેલી જગ્યા આમાં રાહત આપી શકે છે. વળી પૂર્વમાં પશ્વિમ કરતાં વધારે છૂટેલું માર્જિન પણ યોગ્ય ગણાય પરંતુ ઇશાનમાં પાર્કિંગ અશાંતિ, વ્યગ્રતા, તણાવ, અંધશ્રદ્ધા જેવી સમસ્યા આપે. પ્લોટનો મુખ્ય દરવાજો પૂર્વ ઇશાનમાં છે તે જાવક વધારે છે. આમ આ મકાન સમસ્યા આપી શકે છે.