વાસ્તુ દ્વારા વધારો પિતા પુત્ર વચ્ચેનો પ્રેમ

0
5530
Vastu Tips to solve Father Son Problems

ગ્રહ, ઉપગ્રહ, નક્ષત્રોની ચાલ અને બ્રહ્માંડની ક્રિયાઓને જોઈને મન એ વિચારવા મજબૂર થાય છે કે આ પરસ્પર એકબીજાના ચક્કર કેમ લગાવે છે ક્યારેક એકદમ નજીક આવી જાય છે તો ક્યારેક એકદમ દૂર. બ્રહ્માંડની ગતિશીલતા અને ક્રિયાકલાપ પરસ્પર સંબંધો પર નિર્ભર છે. જેને ક્યારેક પ્રતિકૂળ તો ક્યારેક અનુકૂળ પરિસ્થિતિમાં જોઈએ છીએ.

વાસ્તુ અધ્યયન અને અનુભવ બતાવે છે કે જે મકાનમાં વાસ્તુ સ્થિતિ ગરબડ હોય છે, ત્યા વ્યક્તિના પારિવારિક અને વ્યક્તિગત સંબંધોમાં મોટાભાગે મતભેદ, તણાવ ઉદ્દભવે છે. વાસ્તુના માધ્યમથી પિતા-પુત્રના સંબંધોને મધુર બનાવી શકાય છે.

પિતા-પુત્રના સંબંધોને પ્રભાવિત કરતા તથ્ય

– ઈશાનમાં જમીન કપાયેલી ન હોવી જોઈએ

– મકાનનો ભાગ ઈશાનમાં ઉપસેલો હોવો અશુભ છે. જો આ ઉપસેલો છે તો પુત્ર સંબંધોમાં મધુરતા અને નિકટતાનો અભાવ રહે છે.

– ઉત્તર-પૂર્વ (ઈશાન)માં રસોઈ ઘર કે સંડાસનુ હોવુ પણ પુત્ર સંબંધોને પ્રભાવિત કરે છે. બંનેના સ્વાસ્થ્ય સંબંધોમાં સમસ્યાઓ રહે છે.

– ઈશાનમાં સ્ટોરરૂમ, ટીલે કે પર્વત જેવી આકૃતિના નિર્માણથી પણ પિતા-પુત્રના સંબંધોને કટુતા રહે છે અને બંને એકબીજા પર દોષારોપણ કરતા રહે છે.

– ઈલેક્ટ્રોનિક આઈટમ કે જ્વનશીલ પદાર્થ અને ગરમી ઉતપન્ન કરતા અન્ય ઉપકરણોને ઈશાનમાં રાખવાથી પુત્ર પિતાની વાતોની અવજ્ઞા કરે છે, અને સમાજમાં બદનામીની સ્થિતિ પર લાવી દે છે.

– આ દિશામાં કચરાપેટી રાખતા પુત્ર પિતા પ્રત્યે દૂષિત ભાવના રાખે છે. અહીં સુધી કે મારપીટ પણ થઈ શકે છે.

આ રીતે ઈશાન ખૂણાના દોષોને સુધારી પિતા-પુત્રના સંબંધોમાં અત્યંત મધુરતા લાવી શકાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY