ત્રણેય દેવોમાં ભગવાન વિષ્ણુને શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

0
4113
Why Lord Vishnu Best in all the Three Gods

વિષ્ણુ એ હિંદુ ધર્મ પ્રમાણે ભગવાન છે. મહાભારતમાં વિષ્ણુ ભગવાનનાં સહસ્ત્ર નામનો ઉલ્લેખ આવે છે. જગત ના પાલનકરતાતા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે.

આ જિજ્ઞાસા તૃપ્ત કરવા મહર્ષિ ભૃગુ એક દિવસ વિષ્ણુને મળવા ગયા. તે સમયે ભગવાન વિષ્ણુ શેષનાગ પર ઊંઘતા હતા. મહર્ષિ ભૃગુ આવ્યા ને તેમનું ધ્યાન ન ગયું અને તેઓ તેમનું સન્માન કરવા ઊભા ન થયા.

ક્રોધિત સ્વભાવ ધરાવતા ભૃગુને પોતાનું અપમાન થયું હોય તેમ લાગ્યું અને તેમણે વિષ્ણુની છાતી પર લાત મારી. લાતથી જાગી ગયેલા વિષ્ણુએ આમ થવા છતાં પોતાની ધીરજ ન ગુમાવી અને તુરંત જ ભૃગુના સન્માનમાં ઊભા થઇને તેમને પ્રણામ કર્યા.

ભગવાન વિષ્ણુએ મહર્ષિ ભૃગુને વિનયપૂર્વક પૂછ્યું કે મહર્ષિ આપના પગમાં વાગ્યું તો નથી ને? હું કઠોર હૃદયી છું, તેમણે મહર્ષિના પગ પકડી લીધા અને તેમની માફી માંગી. વિષ્ણુની આ મહાનતા જોઇને મહર્ષિ ભૃગુ પ્રસન્ન થયા અને તેમણે વિષ્ણુને દેવોમાં શ્રેષ્ઠ જાહેર કર્યા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY