Video : Movie Review : અમિતાભ-ઋષિની બાપ-દીકરાની કહાની તમને ઈમોશનલ કરી દેશે …..

0
363


Movie Review : અમિતાભ-ઋષિની બાપ-દીકરાની કહાની તમને ઈમોશનલ કરી દેશે …..

બોક્સઓફીસ પર દસ્તક આપી દીધી છે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રિશી કપૂર સ્ટારર ફિલ્મ ૧૦૨ નોટ આઉટે. અને આ ફિલ્મને રીલીઝ થતા જ ઘણો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ત્યારે ફિલ્મની સ્ટોરી ફેમસ ગુજરાતી નાટક પર આધારિત છે. જે ડીરેક્ટર ઉમેશ શુક્લાએ બનાવી છે. અને ફિલ્મ લખી છે સૌમ્ય જોશીએ.

ત્યારે ચલો તમને જણાવીએ શું ખાસ છે ફિલ્મમાં. ?

ફિલ્મની સ્ટોરી મુંબઈના રહેવાસી ૧૦૨ વર્ષના દત્તાત્રેય જગજીવન વખારિયા એટલે કે અમિતાભ બચ્ચન અને તેમના ૭૫ વર્ષના પુત્ર બાબુલાલ દત્તાત્રેય વખારીયાની છે. બન્ને મુંબઈના વિલે પાર્લે સ્થિત શાંતિ નિવાસમાં રહે છે. ત્યારે એક વખત દત્તાત્રેયને ખબર પડે છે કે ચીનમાં રહેતા ઓંગ ચોંગ તુંગની પાસે ૧૧૮ વર્ષ સુધી જીવવાનો વર્લ્ડ રેકોર્ડ છે. અને પછી તે આ વર્લ્ડ રેકોર્ડ તોડવાનું ઠાની લે છે. ત્યારે બાબુલાલ અને દત્તાત્રેયની લાઈફમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે. હવે દત્તાત્રેય આ રેકોર્ડ તોડી શકે છે કે નહી તે જાણવાતો તમારે ફિલ્મ જોવી જ રહી.

૧૦૨ મિનીટની આ ફિલ્મની કહાની કાબિલે તારીફ છે. ફિલ્મનું સ્ક્રિપ્ટીંગ જોરદાર છે. અને સ્ક્રીનપ્લે પણ શાનદાર છે. ફિલ્મ હસાવશે પણ ખરી અને ઈમોશનલ પણ કરી દેશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની એક્ટિંગ માટે તો જેટલું કહીશું એટલું ઓછુ જ પડશે. ફિલ્મની ખાસિયત એ છે કે આ ફિલ્મ પુરા પરિવાર સાથે જોઈ શકશો. જેમાં એવી ઘણી મોમેન્ટસ છે જે તમને તમારા પરિવારની યાદ અપાવશે.

ફિલ્મની કમજોર કડીની વાત કરીએ તો આ ફિલ્મ તમને કદાચ થોડી ધીમી લાગશે.

ફિલ્મ લગભગ 25 કરોડના બજેટમાં બની છે. ત્યારે આ ફિલ્મ સારો બીઝનેસ કરી શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY