Aishwarya Rai Bachchan ની ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી, પોસ્ટ વગર પણ થયા આટલા ફોલોઅર્સ

0
837
Aishwarya

Aishwarya Rai Bachchan એ અન્ય સ્ટાર્સની જેમ ઇન્સ્ટાગ્રામ પર દસ્તક આપી દીધી છે. હવે તેના પ્રશંસક તેની પર્સનલ લાઈફની વધારે નજીક આવી ગયા છે. તેવામાં Aishwarya Rai Bachchan એ કાંસમાં રેડ કારપેટ પર વોક કર્યાના એક દિવસ પહેલા ડેબ્યુ કર્યું છે. જો કે, તેની ફર્સ્ટ પોસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. એશ્વર્યા રાય બચ્ચનને કોઈ પોસ્ટ કરી નથી તેમ છતાં તેના ફોલોઅર્સની સંખ્યા ૧૪ હજારથી વધારે થઇ ગઈ છે. એશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૨ મેના રોજ અપીયેરન્સ આપશે. દુનિયાભરમાં હાજર એશ્વર્યાના શુભચિંતકો અને ફેંસની સતત રિક્વેસ્ટ પછી તેણે આ નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, એશ્વર્યાને લાગે છે કે, તેના દ્ધારા લેવામાં આવેલ આ નિર્ણય ફેંસને તેની અને તેના કામની નજીક રાખવામાં મદદ કરશે. એશ્વર્યાએ ગયા વર્ષે કહ્યું હતું કે, તેના માટે સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરવાનો સમય આવી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મનીષ મલ્હોત્રા અને કરણ જોહર જેવા એશ્વર્યાના નજીકના લોકો તેને સતત સોશિયલ મીડિયા જોઈન્ટ કરવા માટે કહેતા રહ્યા છે. કોસ્મેટિક પ્રોડક્ટની બ્રાંડ લોરિયલ ટીમે પણ આ વિશે એશ્વર્યા સાથે વાતચીત કરી છે.

તમને જણાવી દઈએ કે, એશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે કરવો જોઈએ ના કે તેમાં ડૂબીને કેદ થઇ જવા માટે હોય. મિસ વર્લ્ડ બન્યા પછી એશ્વર્યા રાય બચ્ચનની લોકપ્રિયતા સતત વધી રહી છે. ભલે પછી એશ્વર્યાની ફિલ્મો હોય, એવોર્ડ્સ હોય કે તેમનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ, એશ્વર્યાદરેક જગ્યાએ પોતાને સાબિત કરતી હોય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY