માહિરા ખાનનું Cannes માં ડેબ્યુ, કંઇક આ અંદાજમાં આવી નજર

0
3406

1. માહિરા ખાન

પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને ૨૦૧૮ Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું. Cannes માં માહિરાએ પ્રથમ દિવસથી જ પોતાના સ્ટાઈલીશ અંદાજનાં કારણે પ્રશંસા મેળવી હતી. દરેક આઉટફીટમાં તે વધારે ગ્લેમરસ નજર આવી હતી.

2. માહિરા ખાન

પ્રથમ દિવસે માહિરા ખાન chic લૂકમાં નજર આવી હતી. તે હોલ્ડર નેક ટોપ અને વ્હાઈટ પેન્ટમાં નજર આવી હતી. આ લૂકને તેણે ફલોરલ પ્રિન્ટ શ્રગ સાથે કંપલીટ કર્યો હતો. કાન્સમાં માહિરા ખાનના આ લૂકની ખૂબ ચર્ચા થઇ હતી.

3. માહિરા ખાન

આ સિવાય પણ માહિરા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અલગ-અલગ અંદાજમાં નજર આવી હતી. તમને જણાવી દઈએ કે, માહિર ખાન 14 મે એટલે કે આજે રેડ કારપેટ પર વોક કરશે. આ સિવાય આજે ન્યૂલી વેડ બ્રાઇડ સોનમ કપૂર પણ રેડ કારપેટ પર નજર આવશે.

4. માહિરા ખાન

તમને જણાવી દઈએ કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ૮ થી ૧૯ મે ૨૦૧૮ સુધી કરવામાં આવ્યું છે અને આ કાન્સનો ૭૧ મો વાર્ષિક ફિલ્મ ફેસ્ટિવલ છે. થોડા દિવસ પહેલા કંગના રનૌતે કાંસમાં ઇન્ડિયન પવેલિયનનું ઉદ્દઘાટન કર્યું અને પ્રસૂન જોશીની સાથે એક જરૂરી સત્રમાં ભાગ લીધો હતો.

5. માહિરા ખાન

બોલિવુડમાં હંમેશાથી કાન્સને લઈને સેલિબ્રિટી વચ્ચે એક અલગ ઉત્સાહ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મોટા સ્ટાર્સ કાન્સના રેડ કારપેટ પર ચાલીને આપણા દેશનું નામ રોશન કર્યું છે.  આ વર્ષે કાંસમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌત તેની અદાઓથી જલવો વિખેરતા નજર આવશે.

6. માહિરા ખાન

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો હતો. જેમાં તે રણબીર કપૂરની સાથે સ્મોક કરતા નજર આવી હતી. આ ફોટાને લઈને માહિરા ખાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી. માહિરાએ તેને પર્સનલ મેટર જણાવી ટ્રોલર્સ પર વળતો પ્રહાર પણ કર્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY