જાણો… કેમ કાન્સમાં પાંજરામાં બંધ થઇ Mallika Sherawat?

0
729

1. Mallika Sherawat

૭૧ માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક તરફ જ્યાં બોલિવુડ અને હોલિવુડની અભિનેત્રીઓ પોતાના ગ્લેમરસ અંદાજના કારણે લાઈમલાઈટમાં રહે છે. તો બીજી તરફ, Mallika Sherawat પોતાને પાંજરામાં પૂરી ચર્ચામાં છે.

2. મલ્લિકા શેરાવત

ઘણા લાંબા સમય પછી મલ્લિકા એકવાર ફરીથી લાઇમલાઇટમાં આવી છે. તાજેતરમાં મલ્લિકાના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોઝમાં મલ્લિકા શેરાવત પાંજરામાં બંધ છે.

3. મલ્લિકા શેરાવત

મલ્લિકા ‘Free A Girl India’ નામના કેમ્પેનની બ્રાંડ એમ્બેસેડર છે. આ કેમ્પેન માનવ તસ્કરી અને બાળકોના યૌન શોષણની વિરુદ્ધ કામ કરે છે. મલ્લિકાએ આ સમસ્યા તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે ‘લોક મી અપ’ કેમ્પેન ચલાવ્યું અને તેણે પોતાની જાતને પાંજરામાં બંધ કરી દીધી.

4. મલ્લિકા શેરાવત

આ વિશે મલ્લિકાએ એક ટ્વીટ કરી લખ્યું કે, દરેક મિનિટ જેમાં આપણે કંઈ કરી રહ્યા હોતા નથી, એક મહિલા દુર્વ્યવહારનો સામનો કરી રહી હોય છે. તેણે પાંજરાની અંદર રહીને તે બાળકોની સ્થિતિ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જેને પરાણે બંદી બનાવવામાં આવે છે અને કામ કરાવવામાં આવે છે.

5. મલ્લિકા શેરાવત

મલ્લિકા છેલ્લા ૯ વર્ષથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના હુસ્નનો જલવો વિખેરી રહી છે. તે પ્રમાણે તેણે કંઇક નવું કરી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તમને જણાવી દઈએ કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ૮ થી ૧૯ મે ૨૦૧૮ સુધી કરવામાં આવ્યું છે અને આ કાન્સનો ૭૧ મો વાર્ષિક ફિલ્મ ફેસ્ટિવલ છે.

6. મલ્લિકા શેરાવત

બોલિવુડમાં હંમેશાથી કાન્સને લઈને સેલિબ્રિટી વચ્ચે એક અલગ ઉત્સાહ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મોટા સ્ટાર્સ કાન્સના રેડ કારપેટ પર ચાલીને આપણા દેશનું નામ રોશન કર્યું છે. આ વર્ષે કાંસમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર અને કંગના રનૌત તેની અદાઓથી જલવો વિખેરતા નજર આવી છે. આગળ જુઓ વધુ ફોટોઝ…

7. મલ્લિકા શેરાવત

8. મલ્લિકા શેરાવત

9. મલ્લિકા શેરાવત

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY