જાણો કેમ Dr. Hathi ના અંતિમ સંસ્કારમાં બબીતા થઇ ગુસ્સે?

0
1118

1. Dr. Hathi

૯ જુલાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફેમ કવિ કુમાર આઝાદે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કારમાં ઘણા સેલેબ્સ સામેલ થયા હતા અને તેમણે ડૉ. હાથીને ભીની આંખે વિદાય આપી હતી. પરંતુ શોમાં બબીતાના રોલમાં નજર આવનાર એક્ટ્રેસ મુનમુન દત્તા અંતિમ સંસ્કારના સમયે ત્યાં હાજર લોકોની હરકતથી ગુસ્સામાં છે.

2. ડૉ. હાથી

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એવા લોકોને ટકોરતા પોસ્ટ શેયર કરી છે. એક્ટ્રેસે પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે, તે લોકોના વ્યવહારથી હું દુઃખી છુ, જ્યારે અમે ડોક્ટર હાથીને અંતિમ વિદાય આપી રહ્યા હતા તો અંતિમ સંસ્કાર પહેલા લોકો સેલ્ફી લઇ રહ્યા હતા અને અમારા ફેસ પર ફોનની લાઈટ મારી રહ્યા હતા, વિડીયો બનાવી રહ્યા હતા.

3. ડૉ. હાથી

મુનમુન દત્તાએ આગળ લખ્યું કે, પછી તે આંટી હોય, અંકલ હોય કે યંગ લોકો આ બધું વિચિત્ર છે. તેનાથી તે દેખાય છે કે, લોકોના દિલમાં થોડી પણ બીજા માટે ઈજ્જત નથી. આવા તણાવપૂર્ણ માહોલમાં પણ લોકો સેલ્ફી ખેંચી રહ્યા છે, જેથી તે ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકાય. આવા સમયમાં પબ્લિક ક્યારેય રિસ્પેક્ટ બતાવવા માટે નથી આવતી ફક્ત સેલિબ્રિટીને જોવા અને ફોટો ખેંચાવા માટે આવે છે.

4. ડૉ. હાથી

તમને જણાવી દઈએ કે, જ્યારે ડૉ. હાથીના નિધનની ખબર આવી હતી ત્યારે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે ડૉ. હાથીને ખુશમિજાજ અને સાચો વ્યક્તિ જણાવ્યો હતો. તેની સાથે તેમની આત્માને શાંતિ મળવાની દુઆ કરી છે.

5. ડૉ. હાથી

કવિ કુમાર આઝાદના મોતથી ટીવી ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કવિ કુમાર આઝાદે ૨૦૧૦ માં તેમનું ૮૦ કિલો વજન સર્જરીથી ઘટાડ્યું હતું. આ સર્જરી પછી તેમની રોજીંદી જીંદગીમાં વધારે સરળતા થઇ ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે, લોકો મને મારા કિરદાર માટે પસંદ કર્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કારણે જ કવિ કુમાર આઝાદ ઘરદીઠ ફેમસ થયા હતા.

6. ડૉ. હાથી

ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ દર્શકોની પસંદિત સીરીયલ્સમાંથી એક છે. આ સીરીયલની કોમેડીની દીવાની આખી દુનિયા છે. આ સીરિયલે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરીયલ ઘણા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે અને આ સિરીયલની સફળતા પાછળ તેના કલાકારોનો મોટો હાથ છે.

7. ડૉ. હાથી

સબ ટીવીનો ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક આ શો જોતા હોય છે. આ એક ફેમિલી શો છે. વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સીરિયલે ઘણા રેકોર્ડ બનાવ્યો છે.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY