અભિનેત્રી Neha Dhupia એ ગુપચુપ રીતે અંગદ બેદી સાથે કર્યા લગ્ન

0
941

1. Neha Dhupia

બોલિવુડ એક્ટ્રેસ Neha Dhupia એ તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે મેરેજ કર્યા છે.  જી હાં, સોશિયલ મીડિયા પર Neha Dhupia એ તેના લગ્નની ખબર શેયર કરી છે. નેહા ધૂપિયા અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. છેલ્લે નેહા ધૂપિયા ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ માં નજર આવી હતી. અંગદ બેદી પણ બોલિવુડ એક્ટર છે. જે છેલ્લે ટાઈગર જિંદા હે માં નજર આવ્યો હતો.

2. નેહા ધૂપિયા

બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર બાદ નેહા ધૂપિયાએ પણ લગ્ન કરી લીધા છે. નેહાએ ક્રિકેટર બિશન સિંહ બેદીના પુત્ર અંગદ બેદી સાથે મેરેજ કર્યા છે. નેહા અને અંગદે તેમના મેરેજનો ખુલાસો ઇન્સ્ટાગ્રામ પર કર્યો છે.

3. નેહા ધૂપિયા

સોનમ કપૂરની જેમાં નેહા ધૂપિયાએ પણ આનંદ કારજની રસમથી લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે, નેહા અને અંગદ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ખૂબ સારા ફ્રેન્ડ હતા પરંતુ અચાનક આવેલ લગ્નની ખબરોથી બંને બધાને હેરાન કરી દીધા છે.

4. નેહા ધૂપિયા

નેહા ધૂપિયા ફિલ્મો અને ટીવીનો ચર્ચિત ચહેરો છે. નેહાએ આ ગુડ ન્યૂઝ શેયર કરતા લખ્યું કે, તેણે તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે અને આ તેની જિંદગીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે. બીજી તરફ, અંગદે પણ નેહા સાથેનો ફોટો શેયર કરી તેને તેની પત્ની જણાવી છે.

5. નેહા ધૂપિયા

અંગદ બેદીએ રેમો ડિસોઝાની ફિલ્મ ‘ફાલતુ’ થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. અંગદ ઉંગલી, પિંક, ટાઈગર જિંદા હે માં નજર આવી ચૂક્યા છે અને તેની આગામી ફિલ્મ ‘સૂરમા’ છે. અંગદ બેદી ટીવી પર ખતરો કે ખિલાડી અને ૨૪ જેવી સિરીઝમાં પણ નજર આવી ચૂક્યો છે.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY