Video : Shraddha Kapoor બાદ આ મોડેલને ડેટ કરી રહ્યો છે ‘આશિકી ૨’નો હીરો….

0
375

Shraddha Kapoor બાદ આ મોડેલને ડેટ કરી રહ્યો છે ‘આશિકી ૨’નો હીરો….

આદિત્ય રોય કપૂરે હંમેશા પોતાની પર્સનલ લાઈફને પરદામાં રાખી છે. ત્યાં સુધી કે જયારે તે Shraddha Kapoor સાથે રીલેશનશીપમાં હતો ત્યારે પણ તેણે પોતાના સંબંધોને સ્વીકાર્ય નહતા. હવે, ખબર આવી રહી છે કે, ‘આશિકી ૨’ નો આ સ્તર આ દિવસોમાં એક વખત ફરીથી પ્રેમમાં છે, જી હા આદિત્ય આ દિવસોમાં ડેટ કરી રહ્યો છે દીવા ધવનને.

ખબરોની માનીએ તો આદિત્ય દીવા સાથે ઘણો સમય પસાર કરી રહ્યો છે. બન્ને એક બીજાને ખુબ જ પસંદ કરે છે. અને છેલ્લા ઘણા સમયથી એક બીજાની સાથે છે. ત્યારે કોણ છે આ દીવા ધવન ? એ સવાલ થવો સ્વાભાવિક છે. તો અમે છીએને તમારા આ સવાલનો જવાબ આપવા માટે…દીવા ધવન સુપર મોડેલ છે અને મનીષ મલ્હોત્રા, જેજે વાલિયા અને તરુણ તહ્લાની માટે રેમ્પ વોક કરી ચુકી છે.

અમેરિકામાં મોટી થયેલી દીવા ઘણા ચેરેટી શોઝ માટે પણ ન્યુયોર્કમાં વોક કરી ચુકી છે. દીવા ઘણી એડમાં પણ જોવા મળી ચુકી છે. ગયા દિવસોમાં દીવાએ ભારતની પણ સફર કરી. જયારે પણ સમય મળે ત્યારે આ લવ બર્ડ્સ એક બીજાને મળવા પહોંચી જાય છે. પણ બન્નેમાંથી કોઈ પણ પબ્લિકમાં મળવાનું ટાળે છે. જેથી મીડિયામાં આ કપલના પ્રેમના ચર્ચા ના થાય.

વેલ, આદિત્ય અમે તો એમ જ કહીશું કે ઈશ્ક ઔર ઝખમ છુપાયે નહી છુપતા.

loading...

NO COMMENTS

LEAVE A REPLY