1 વર્ષની થઇ Adnan Sami ની પુત્રી, સેલિબ્રેટ કર્યો બર્થડે

0
4505

1. Adnan Sami

ફેમસ સિંગર Adnan Sami એ તેમની ક્યુટ પુત્રી મદીનાનો ફર્સ્ટ બર્થડે ૮ મે ના રોજ જર્મની સ્થિત મ્યુનિખમાં સેલિબ્રેટ કર્યો છે. આ અવસર પર Adnan Sami એ તેમની પુત્રી માટે એક નોટ લખી છે.

2. અદનાન સામી

ગયા વર્ષે સિંગર અદનાન સામી અને તેમની પત્ની રોયા સામી એક બાળકીના પેરન્ટસ બન્યા હતા. પુત્રીના જન્મ પછી અદનાને તેમના ફેંસ તરફથી શુભેચ્છા મળી હતી. ત્યારબાદ ગયા વર્ષે ૧૩ જુલાઈએ અદનાને તેમની પુત્રીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. અદનાને તેમની પુત્રીનું નામ મદીના રાખ્યું છે.

3. અદનાન સામી

જ્યારે અદનાન સામીને મદીનાના નામ વિશે પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે, મેં તેનું નામ મદીના શહેરના નામ પર રાખ્યું છે જે મોહમ્મદ સાહેબની યાદ અપાવે છે. જેમને મક્કા છોડવા પર મજબૂર કરવામાં આવ્યા હતા. આજે પણ તે શહેર પ્રેમ અને મહેમાન નવાજી માટે ઓળખવામાં આવે છે.

4. અદનાન સામી

પુત્રી આવવાના કારણે અદનાન સામી વધારે ખુશ છે. આ સિવાય અદનાન સામીને બ્રિટીશ પાર્લામેન્ટ તરફથી મ્યુઝીકની દુનિયામાં અચીવમેંટ મેળવવા માટે એશિયન એવોર્ડ મળ્યો છે અને તેના માટે તે તેમની પુત્રીને લકી ચાર્મ માને છે. આ એવોર્ડ લેતા સમયે અદનાને કહ્યું હતું કે, હું તેને મારા પિતાને સમર્પિત કરું છુ અને ભારતના નામ પર લઉં છુ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY