Cannes 2018: એશ્વર્યા રાય બચ્ચનનો આ લૂક પણ થયો ફેમસ

0
3548

1. એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચને ૧૨ મે ના રોજ Cannes ૨૦૧૮ માં ફર્સ્ટ અપીયરન્સ આપ્યું હતું. સ્વારોસ્કી ક્રિસ્ટલ અને હેન્ડ વર્કથી બનેલ પર્પલ સ્પારકલ ગાઉનમાં નજર આવ્યા પછી એશ્વર્યાએ Cannes માં તેનો ફર્સ્ટ ડે અપીયરન્સ બ્લેક પેન્ટ શૂટથી પૂર્ણ કર્યો છે. એશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લોરિયલ પેરીસ ઇન્ડિયાની બ્રાંડ એમ્બેસેડર તરીકે રિપ્રેજન્ટ કરી રહી છે.

2. એશ્વર્યા રાય બચ્ચન

કાન્સ પર એશ્વર્યા રાય બચ્ચનની એન્ટ્રી હંમેશા ખાસ હોય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૮ માં પણ એશ્વર્યાની રેડ કારપેટ પર એન્ટ્રી ધમાકેદાર થઇ છે. કાન્સ ૨૦૧૮ ની મેગા ઇવેન્ટ દરમિયાન એશ્વર્યા રાય બચ્ચનને એકવાર ફરીથી ફેંસને તેના અંદાજ, ફેશન સ્ટાઈલ, મેકઅપ અને અદાઓથી બધાને હેરાન કરી દીધા હતા.

3. એશ્વર્યા રાય બચ્ચન

કાન્સ ૨૦૧૮ માં પ્રથમ દિવસે એશ્વર્યા રાય બચ્ચને રેડ કારપેટ પહેલા મનીષ અરોરાનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો તો બીજી તરફ સાંજે તેણે મિશેલ સીનકોનો સ્લીવલેસ બ્લુ ગાઉન પહેર્યું હતું અને તેને સ્ટાઈલ કર્યું હતું આસ્થા શર્માએ.

4. એશ્વર્યા રાય બચ્ચન

આ ડ્રેસમાં એશ્વર્યા રાય બચ્ચન એટલી સુંદર લાગી રહી હતી કે લોકો તેના ચહેરા પરથી નજર હટાવી શકતા હતા નહિ. રેડ કારપેટ વોક પહેલા એશ્વર્યા રાય બચ્ચને તેની પુત્રી આરાધ્યા સાથે એક ક્યુટ વિડીયો શેયર કર્યો હતો.

5. એશ્વર્યા રાય બચ્ચન

તમને જણાવી દઈએ કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ૮ થી ૧૯ મે ૨૦૧૮ સુધી કરવામાં આવ્યું છે અને આ કાન્સનો ૭૧ મો વાર્ષિક ફિલ્મ ફેસ્ટિવલ છે. થોડા દિવસ પહેલા કંગના રનૌતે કાંસમાં ઇન્ડિયન પવેલિયનનું ઉદ્દઘાટન કર્યું અને પ્રસૂન જોશીની સાથે એક જરૂરી સત્રમાં ભાગ લીધો હતો.

6. એશ્વર્યા રાય બચ્ચન

બોલિવુડમાં હંમેશાથી કાન્સને લઈને સેલિબ્રિટી વચ્ચે એક અલગ ઉત્સાહ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મોટા સ્ટાર્સ કાન્સના રેડ કારપેટ પર ચાલીને આપણા દેશનું નામ રોશન કર્યું છે. આ વર્ષે કાંસમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌત તેની અદાઓથી જલવો વિખેરતા નજર આવશે.

7. એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન પહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૮ રેડ કારપેટ પર દીપિકા પાદુકોણ અને કંગના રનૌતનો જલવો જોવા મળ્યો હતો.  કાન્સ ત્યાં સુધી પૂર્ણ મનાય નહિ જ્યાં સુધી રેડ કારપેટ પર એશ્વર્યા રાય બચ્ચન પહોચે નહિ. એશ્વર્યા રાય ૨૦૦૨ થી સતત અહીં આવી રહી છે, જેમાં તેના ડિફરન્ટ લૂક ખૂબ પ્રશંસામાં રહે છે.

8. એશ્વર્યા રાય બચ્ચન

9. એશ્વર્યા રાય બચ્ચન

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY