અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’ હવે જાપાનમાં પણ બતાવશે કમાલ

0
156
Padman

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફેબ્રુઆરી ૨૦૧૮ માં રિલીઝ થયેલ ફિલ્મ ‘પેડમેન’ બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઇ હતી. હવે આ ફિલ્મને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મને હવે ટોક્યો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવશે. તેવામાં હવે આ ખબર ફિલ્મ અને પેડમેનની ટીમ માટે ખૂબ ગર્વની વાત છે. આ ફિલ્મનું એક પોસ્ટર અક્ષય કુમારે તેમની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર શેયર કર્યું છે. પોસ્ટરમાં જાપાનીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફિલ્મ પીરીયડસ અને મહિલાઓના સ્વાસ્થ્ય પર ફોકસ કરે છે. ફિલ્મ અરુણાચલમ મુરુગનનાથમના જીવનથી પ્રેરિત છે. અરુણાચલમ તમિલનાડુના કોયમબત્તુરના નિવાસી છે. તેમણે સેનેટરી નેપકીન બનાવવા માટે દુનિયાનું સૌથી સસ્તું મશીન બનાવ્યું હતું. તે સ્કૂલ ડ્રોપ આઉટ છે અને તેમણે પીરિયડસને લઈને મહિલાઓને પડતી મુશ્કેલીઓને ચેલેન્જ આપી હતી. પેડમેનનું ડિરેકશન આર બાલ્કીએ કર્યું છે.

ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમાર (લક્ષ્મી) થી થાય છે. લક્ષ્મી એક કંપનીમાં કામ કરે છે જે તેની પત્ની રાધિકા આપ્ટે (ગાયત્રી) ને ખૂબ પ્રેમ કરે છે. લક્ષ્મીને ખબર પડે છે કે, પીરિયડના સમયે તેમની પત્ની જે કપડાનો ઉપયોગ કરે છે તે આગળ જઈને એક બીમારીનું રૂપ લઇ શકે છે. આ કારણે તે પત્ની સહિત સમગ્ર પરિવારની મહિલાઓ માટે સસ્તા સેનેટરી પેડ બનાવે છે. પરંતુ અક્ષય કુમારની આ પહેલની વિરુદ્ધ સમાજ અને ગામના લોકો પ્રદર્શન કરે છે. પરિણામ તે આવે છે કે, તેમની પત્ની, માતા અને બહેન તેમનો સાથે છોડીને જતી રહે છે.

આ મુશ્કેલીના સમયમાં અક્ષય કુમારનો સાથ આપે છે અભિનેત્રી સોનમ કપૂર (પરી). સોનમની મદદ અને પોતાના પ્રતિભાનો ઉપયોગ કરી અક્ષય કુમાર એક સસ્તું સેનેટરી પેડ બનાવે છે પરંતુ તેના કારણે વિવાદ પણ ઉભા થાય છે. અક્ષય કુમાર પોતાની અને પોતાના પરિવારની ઈજ્જત કેવી રીતે ફરીથી પ્રાપ્ત કરે છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ જબરદસ્ત છે. રાધિકા આપ્ટેની એક્ટિંગ પણ વખાણવાલાયક છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY