પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ સાથે ન્યૂયોર્કની સડકો પર આવી નજર

0
169

1. પ્રિયંકા ચોપરા

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અત્યારે ન્યૂયોર્કમાં છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટની કેટલીક તસવીરો સામે આવી છે. આ ફોટોઝમાં પ્રિયંકા અને આલિયા મસ્તી કરતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રિશી કપૂર અત્યારે ન્યૂયોર્ક તેમની સારવાર કરાવી રહ્યા છે. તેવામાં આલિયા કપૂર ફેમિલીની સાથે છે. આલિયા દરેક સારા અને ખરાબ સમયમાં રણબીર અને તેની ફેમિલી સાથે નજર આવે છે.

2. પ્રિયંકા ચોપરા

થોડા દિવસ પહેલા બોલિવુડની ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા અને તેના વિદેશી બોયફ્રેન્ડ નિક જોનસ તેમની સગાઈની ખબરને લઈને ખૂબ ચર્ચામાં રહી હતી. સગાઈના ફંક્શનના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સગાઈ કર્યા બાદ નિક જોનસ તેના મોમ-ડેડ સાથે યુએસ જતા રહ્યા હતા. બીજી તરફ, ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ ના શૂટિંગમાં પ્રિયંકા પણ વ્યસ્ત થઇ ગઈ હતી.

3. પ્રિયંકા ચોપરા

પ્રિયંકા અને નીકની મુલાકત ‘કવોન્ટીકો’ના સેટ પર એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. આ પછી બંને ૨૦૧૭ માં મેટ ગાલા ઇવેન્ટમાં હાથમાં હાથ નાખીને પણ નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, નીક પ્રિયંકા કરતા ઉંમરમાં ૧૧ વર્ષ નાનો છે. તે માત્ર 25 વર્ષનો છે.

4. પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા બહુ જલ્દી અમેરિકી દુલ્હન બનવા જઈ રહી છે આ વાત બધા જાણે છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે સગાઈ કરી લીધી અને રોકા પાર્ટીમાં બોલિવુડના તમામ સેલેબ્સ સામેલ થયા હતા. હવે ત્યારબાદ ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરાના લગ્નની અટકળો અને અફવાહોનું બજાર ગરમ થઇ ગયું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY