અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોચ્યા તેમના ફેંસ

0
127

1. અમિતાભ બચ્ચન

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે ૭૬ વર્ષના થઇ ગયા છે. તેમના જન્મદિવસને વધારે ખાસ કરવા માટે અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે મુંબઈમાં તેમના ઘરે જલસાની બહાર હજારોની સંખ્યામાં ફેંસ હાજર છે. અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે ફેંસ ક્રેઝી નજર આવ્યા હતા. તેવામાં અમિતાભ બચ્ચન આજે તેમના ફેંસને નિરાશ કેવી રીતે કરે. કડક સુરક્ષાની વચ્ચે અમિતાભ બચ્ચન તેમના ઘર જલસાની બહાર આવ્યા હતા. તેમણે સૌથી પહેલા ત્યાં હાજર ફેંસને હાથ જોડી, હાથ હલાવી અભિવાદન કર્યું.

2. અમિતાભ બચ્ચન

આજે ૧૧ ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. હિન્દી સિનેમામાં ચાર દશકોથી વધુ સમય વિતાવી ચૂકેલા અમિતાભ બચ્ચન ને તેમની ફિલ્મોથી ‘એંગ્રી યંગમેન’ નું ઉપનામ મળ્યું છે. તેમને હિન્દી સિનેમાના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી અભિનેતા માનવામાં આવે છે. તેમને ‘સદીના મહાનાયક’ પણ માનવામાં આવે છે.

3. અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનને બીગ બી અને શહેનશાહ પણ કહેવાય છે. સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે તેમને ૩ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે. તેવામાં બીગ બી પણ ક્યાં પાછળ રહેવાના છે. તેઓ પણ ફેસબુક, ટ્વીટરનો ખૂબ જ ઉપયોગ કરે છે અને આ જ કારણ છે કે બંને સોશિયલ નેટવર્કિંગ સાઈટસ પર તેમના ફેંસની સંખ્યા લાખો-કરોડોમાં છે.

4. અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન પોતાના ફેંસને ક્યારેય નિરાશ નથી કરતા અને પલ-પલની ઘટનાઓને તેઓ સોશિયલ મીડિયા મારફતે શેર કરે છે. અમિતાભ બચ્ચનની ફિલ્મી કારકિર્દીની શરુઆત વોઈસ નેરેટર તરીકે ફિલ્મ ‘ભુવન શોમ’ થી થઇ હતી પરંતુ, અભિનેતા તરીકે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ થી થઇ હતી. આ પછી તેમને ઘણી ફિલ્મો કરી પરંતુ તે સફળ ન થઇ શકી.

5. અમિતાભ બચ્ચન

અમિતાભને અસલી ઓળખ ફિલ્મ ‘જંજીર’ થી મળી હતી. આ ફિલ્મ અમિતાભ પહેલા ઘણા અભિનેતાઓને ઓફર થઇ હતી જેમાં પ્રખ્યાત અભિનેતા રાજકુમાર પણ હતા પરંતુ, રાજકુમારે આ ફિલ્મને ઠુકરાવી દીધી અને આખરે અમિતાભ બચ્ચનને સફળતા મળી. તેમની સફળ ફિલ્મોમાં સાત હિન્દુસ્તાની, અભિમાન, જંજીર, કભી કભી, સિલસિલા, સત્તે પે સત્તા, નમક હલાલ, શરાબી, મર્દ, અગ્નિપથ, બ્લેક, સરકાર, ચીનીકમ, શામિતાભ જેવી ફિલ્મો સામેલ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY