ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહી છે એક્ટ્રેસ Ankita Lokhande

0
518

1. Ankita Lokhande

ટીવી સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ થી નાના પડદા પર પોતાની અલગ ઓળખાણ બનાવનાર Ankita Lokhande બહુ જલ્દી મોટા પડદા પર નજર આવશે. Ankita Lokhande ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ માં એક્ટિંગ કરતા નજર આવશે. આ ફિલ્મમાં કંગના રાનૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને અંકિતા લોખંડે ઝલકારીબાઈનો રોલ પ્લે કરશે.

2. અંકિતા લોખંડે

તમને જણાવી દઈએ કે, ટીવીની દિલકશ એક્ટ્રેસ અંકિતા લોખંડે તાજેતરમાં ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહી છે. ગ્રીસ બાદ તે પેરિસ માટે રવાના થઇ છે અને તેણે તેના વેકેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

3. અંકિતા લોખંડે

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી અંકિતા લોખંડે અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું બ્રેકઅપ થોડા સમય પહેલા થયું હતું. હવે અંકિતાના જે ફોટા સામે આવ્યા છે, તેને જોઈને લાગે છે કે, અંકિતા બ્રેકઅપના ન્યૂઝથી કંટાળી ગઈ છે અને તેને પોતાની જાતથી જ પ્રેમ થઈ ગયો છે.

4. અંકિતા લોખંડે

બ્રેકઅપ પછી અંકિતા હવે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, થોડા સમય પહેલા જ સુશાંત સિંહ રાજપૂતે ટ્વિટરથી બ્રેકઅપના ન્યૂઝની પુષ્ટિ કરી હતી. હવે બંનેની રાહ અલગ થઈ ગઈ છે.

5. અંકિતા લોખંડે

સુશાંત અને અંકિતાના પ્રણય સંબધની શરુઆત ઝી ટીવી પર આવેલી સીરીયલ પવિત્ર રિશ્તાથી થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ડિસેમ્બર ૨૦૧૬માં તો આ બંને સ્ટાર લગ્ન કરવાના હતાં, પરંતુ એવું થયું નહિ, તે પહેલા જ બંને સ્ટારે બ્રેકઅપ થયાનો ખુલાસો કર્યો છે.

6. અંકિતા લોખંડે

સુશાંતની આગામી ફિલ્મ “એમએસ ધોની” ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પર આધારિત છે. અંકિતા ગયા વર્ષે ટીવી સીરીયલ ”કુછ તો હૈ તેરે મેરે દરમીયા”માં જોવા મળી હતી.

7. અંકિતા લોખંડે

8. અંકિતા લોખંડે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY