બોલિવુડ ડેબ્યુ પહેલા અંકિતા લોખંડે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

0
354

1. અંકિતા લોખંડે

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના ચાંદ સિતારા આજકાલ સાતમાં આસમાન પર છે. જી હાં, અંકિતા લોખંડે બહુ જલ્દી બોલિવુડમાં ધમાકેદાર ડેબ્યુ કરવાની છે. પોતાના બોલિવુડ ડેબ્યુને લઈને અંકિતા વધારે ઉત્સાહિત છે, જેના કારણે તે એક પછી એક પોતાનો સેક્સી અને બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે.

2. અંકિતા લોખંડે

આ ફોટોશૂટને અંકિતાએ ખુદ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. અંકિતાનો આ ફોટોશૂટ તેના ફેંસની વચ્ચે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અંકિતા આ ફોટોઝમાં વધારે બ્યુટીફૂલ લાગી રહી છે.

3. અંકિતા લોખંડે

ટીવી સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ થી નાના પડદા પર પોતાની અલગ ઓળખાણ બનાવનાર અંકિતા લોખંડે બહુ જલ્દી મોટા પડદા પર નજર આવશે. અંકિતા લોખંડે ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ માં એક્ટિંગ કરતા નજર આવશે. આ ફિલ્મમાં કંગના રાનૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને અંકિતા લોખંડે ઝલકારીબાઈનો રોલ પ્લે કરશે.

4. અંકિતા લોખંડે

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી અંકિતા લોખંડે અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું બ્રેકઅપ થોડા સમય પહેલા થયું હતું. હવે અંકિતાના જે ફોટા સામે આવ્યા છે, તેને જોઈને લાગે છે કે, અંકિતા બ્રેકઅપના ન્યૂઝથી કંટાળી ગઈ છે અને તેને પોતાની જાતથી જ પ્રેમ થઈ ગયો છે.

5. અંકિતા લોખંડે

બ્રેકઅપ પછી અંકિતા હવે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, થોડા સમય પહેલા જ સુશાંત સિંહ રાજપૂતે ટ્વિટરથી બ્રેકઅપના ન્યૂઝની પુષ્ટિ કરી હતી. હવે બંનેની રાહ અલગ થઈ ગઈ છે.

6. અંકિતા લોખંડે

સુશાંત અને અંકિતાના પ્રણય સંબધની શરુઆત ઝી ટીવી પર આવેલી સીરીયલ પવિત્ર રિશ્તાથી થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ડિસેમ્બર ૨૦૧૬માં તો આ બંને સ્ટાર લગ્ન કરવાના હતાં, પરંતુ એવું થયું નહિ, તે પહેલા જ બંને સ્ટારે બ્રેકઅપ થયાનો ખુલાસો કર્યો છે.

7. અંકિતા લોખંડે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY