ફિલ્મ ‘Avengers: Infinity War’ એ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી તોડ્યો રેકોર્ડ!

0
541
Avengers

શુક્રવારે બોક્સ ઓફિસ પર ‘Avengers: Infinity War’ હોલિવુડ ફિલ્મ રીલીઝ થઇ હતી. Avengers: Infinity War ફિલ્મ રીલીઝ થયાના ફક્ત ૪ જ દિવસમાં ઘણા રેકોર્ડ તૂટ્યા છે. જો ફિલ્મની કુલ કમાણીની વાત કરવામાં આવે તો ફિલ્મે સોમવારે ૨૦.૫૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે જેને મેળવી ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી ૧૧૪.૮૨ કરોડ રૂપિયા છે. ‘એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર’ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ તેનાથી તે સ્પષ્ટ થાય છે કે, લોકો બોલિવુડ સિવાય હોલિવુડ ફિલ્મો જોવાનું પણ પસંદ કરે છે. ‘એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર’ પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઇ છે. ફિલ્મે પ્રથમ દિવસે ‘પદ્માવત’ અને ‘બાગી’ જેવી ફિલ્મોને પછાડી ૩૧.૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ ‘એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર’ એ ભારતમાં સૌથી ઝડપી ૧૦૦ કરોડનો આંકડો પાર કરનારી હોલિવુડ ફિલ્મ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે, ‘બાગી ૨’ એ પ્રથમ દિવસે ૨૫.૧૦ કરોડ, પદ્માવતે ૧૯ કરોડ, પેડમેને ૧૦.૨૬ કરોડ અને રેડે ૧૦.૦૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં ‘એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર’ ૨૦૦૦ સ્ક્રીન્સ પર રીલીઝ થઇ હતી જ્યારે આ બોલિવુડ ફિલ્મો ૨૦૦૦ થી વધુ સ્ક્રીન્સ પર રીલીઝ થઇ હતી. આ ફિલ્મનું નિર્દેશન એન્થની અને જો રૂસોએ કર્યું છે. આ વખતે દર્શકોને આ ફિલ્મમાં એવેન્જર્સના લાસ્ટ પાર્ટ ‘એવેન્જર્સ: એઝ ઓફ અલ્ટ્રોન’ થી ઘણી વધારે મજેદાર, રોમાંચક અને દિલચસ્પ વસ્તુઓ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ‘એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર’ નું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY