પ્રેગ્નન્ટ છે ‘ભાભીજી ઘર પર હે’ ફેમ એક્ટ્રેસ સૌમ્યા ટંડન, ફોટો શેયર કરી ફેંસને આપ્યા ગુડન્યૂઝ

0
76
Saumya Tandon

ટીવી એક્ટ્રેસ સૌમ્યા ટંડનને લઈને એક મોટી ખબર સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સૌમ્યા ટંડન પ્રેગ્નન્ટ છે અને બહુ જલ્દી માતા બનવાની છે. સૌમ્યા ટંડને સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કરતા પોતાની ખુશી ફેંસને જણાવી છે. જો કે, સૌમ્યા ટંડન અત્યારે પ્રેગનન્સી પીરીયડ એન્જોય કરી રહી છે. નાના પડદાનો કોમેડી શો ‘ભાભી જી ઘર પર હે’ ને ઘરદીઠ પસંદ કરવામાં આવે છે. આ કારણે જ્યારથી સૌમ્યા ટંડનને શો છોડવાની ખબર મીડિયામાં આવી છે, ત્યારથી તેના ફેંસ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

સૌમ્યાનો શો છોડવાના અલગ-અલગ કારણ સામે આવ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે, તે કેટલાક દિવસ માટે પોતાના કામથી બ્રેક લેવા માંગે છે. તો કોઈ કહી રહ્યું હતું કે, સૌમ્યાને હેપેટાઈટીસ થયો છે. તે તેની સારવાર માટે શોને બાય-બાય કહી રહી છે. પરંતુ હવે આ બધી ખબરો બાદ એક ખબર સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સૌમ્યા તેના પરિવાર માટે શોને અલવિદા કહેવાની છે. વર્ષ ૨૦૧૬ ના ડિસેમ્બર મહિનામાં સૌમ્યાએ બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે ગુપચુપ મેરેજ કર્યા હતા. સૌરભ વ્યવસાયિક રીતે એક બેન્કર છે. સૌમ્યા અને સૌરભના મેરેજને ડિસેમ્બરમાં ૩ વર્ષ થઇ જશે

‘ભાભીજી ઘર પર હે’ શો ઘણા સમયથી દર્શકોની વચ્ચે ફેવરેટ છે અને શોનો એક મહત્વનો ભાગ છે ગોરી મેમ એટલે કે અનીતા ભાભી. સૌમ્યા ટંડન ડાન્સિંગ રિયાલીટી શો ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ થી ફેમસ થઇ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, સૌમ્યાની પહેલી સીરીયલ વર્ષ ૨૦૦૬ માં આવી હતી. આ શોનું નામ હતું ‘એસા દેશ હૈ મેરા’ અને આમાં સૌમ્યાએ રસ્ટી દેઓલનો રોલ નિભાવ્યો હતો. આ પછી તે ‘મેરી આવાઝ કો મિલ ગઈ રોશની’ માં એક્ટિંગ કરી હતી. હોસ્ટ તરીકે સૌમ્યા શાહરૂખ ખાનની સાથે રીયાલીટી શો ‘જોર કા ઝટકા’ માં પણ દેખાઈ હતી. આ સિવાય, ‘કોમેડી સર્કસ કે તાનસેન’, ‘મલ્લિકા-એ-કિચન ઓન એર'(૨,૩,૪) દેખાઈ હતી. તે ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ (૧,૨,૩) પણ હોસ્ટ કરી ચૂકી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY