બિગબોસ ૧૨: શું અંદરથી કંઇક આવું હશે બિગબોસનું ઘર?

0
103

1. બિગબોસ ૧૨

સલમાન ખાનના વિવાદિત શો બિગબોસ ૧૨ ને લઈને આ સમયે લોકોમાં ઉત્સાહ વધારે છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોથી લઈને આ વખતે શોના નિર્માતાઓએ ક્યાં-ક્યાં ફેરફાર કર્યા છે તે વિશે જાણવા માટે દર્શક ઉત્સાહિત છે. તાજેતરમાં બિગબોસ હાઉસના કેટલા ફોટોઝ સામે આવ્યા છે.

2. બિગબોસ ૧૨

હકીકતમાં ‘ધ ખબરી’ નામની વેબસાઇટ પર બિગબોસ હાઉસની તસવીરો અને વિડીયો જારી કરવામાં આવ્યા છે. જો કે, આ ફોટોઝમાં સચ્ચાઈ કેટલી છે તે અત્યારે કહી શકાય નહિ. લીક થયેલ આ ફોટોઝ સોશિયલ મીડિયા પર બીગબોસના ફેંસની વચ્ચે વાયરલ થઇ રહ્યા છે. ઘરની અંદર અને બહારના આ ફોટોઝ વધારે વાઈબ્રન્ટ છે.

3. બિગબોસ ૧૨

સલમાન ખાને ‘બિગ બોસ ૧૨’ ને તાજેતરમાં લોન્ચ કર્યો છે અને તે દરમિયાન તેમણે આ શો સાથે જોડાયેલ ઘણા મોટા-મોટા ખુલાસા પણ કર્યા છે. તમને જણાવી દઈએ કે, બિગબોસ ૧૨ ના પ્રીમિયર એપિસોડને ૧૬ સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ ટેલીકાસ્ટ કરવામાં આવશે. બિગબોસ ૧૨ ની શરુઆત માટે સલમાન ખાને શોની ફર્સ્ટ પ્રેસ મીટ ગોવામાં દબંગ અંદાજમાં કરી છે.

4. બિગબોસ ૧૨

બિગબોસ સીઝન ૧૨ આજકાલ ખૂબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક મહિનાથી બિગબોસને લઈને અલગ-અલગ ખબરો સામે આવતી હોય છે. તેની સાથે નાના પડદા પર સલમાન ખાનનો કડક અંદાજ જોવા માટે લોકોમાં પણ બેચેની એકવાર ફરીથી શરુ થઇ ગઈ છે. દરેક સીઝનની જેમ આ વખતે પણ સુપરહીટ શો ‘બિગબોસ’ ને બોલિવુડના ભાઈજાન હોસ્ટ કરવાના છે.

5. બિગબોસ ૧૨

કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે. સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે. શો ની પેટર્ન પ્રમાણે સલમાન ખાન દર અઠવાડિયાના અંતમાં ‘વિકેન્ડ કા વાર’ એપિસોડમાં આવે છે. વિકેન્ડમાં બિગબોસના ટાસ્કમાં સારું પરફોર્મ કરનાર કન્ટેસ્ટંટના સલમાન વખાણ કરે છે. તેની સાથે જે કન્ટેસ્ટંટ ટાસ્કમાં સારું પરફોર્મ કરતા નથી અને ખરાબ વર્તાવ કરે છે તો તેને ફટકાર પણ લગાવે છે.

6. બિગબોસ ૧૨

પ્રાપ્ત માહિતી મુજબ, બિગબોસ સીઝન ૧૨માં આ વખતે ૭ કોમનર્સ જોડીઓ અને ૬ સેલિબ્રિટી જોડી નજર આવશે.  સલમાન ખાનનો વિવાદિત શો ‘બિગબોસ’ જ્યારે પણ નવી સીઝન સાથે ટીવી સ્ક્રીન પર આવે છે તો લોકોનું દિલ જીતવામાં સફળ રહે છે. શોના નિર્માતા પણ એવો પ્રયત્ન કરે છે કે, લાસ્ટ સીઝન કરતા નવી સીઝન કંઇક હટકે રજૂ કરવામાં આવે જેથી દર્શકોની દિલચસ્પી બની રહે. બિગબોસની ૧૨ મી સીઝન માટે તેમણે પણ ખાસ પ્લાનિંગ કર્યું છે.

7. બિગબોસ ૧૨

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY