બિગબોસ સીઝન ૧૨ માં નજર આવી શકે છે બોલિવુડની આ હસીના

0
156

1. કિમ શર્મા

બિગબોસ સીઝન ૧૨ શરુ થયાને ૫ અઠવાડિયા થઇ ગયા છે, તેવામાં મેકર્સ શોને વધારે મજેદાર બનાવવામાં કોઈ કસર છોડવા માંગતા નથી, ઘરમાંથી ત્રણ લોકો બેઘર થઇ ગયા છે. તેવામાં હવે શોને વધારે મસાલેદાર બનાવવા માટે ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. ખબરોની માનીએ તો બિગબોસમાં વાઈલ્ડ કાર્ડ તરીકે બોલીવુડ એક્ટ્રેસ બિગબોસ હાઉસનો હિસ્સો બની શકે છે.

2. કિમ શર્મા

જી હાં, બોલિવુડ એક્ટ્રેસ કિમ શર્મા બહુ જલ્દી બિગબોસ હાઉસમાં એન્ટ્રી કરી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ,કિમની મેકર્સ સાથે વાત-ચીત ચાલી રહી છે, જો બધું ઠીક રહ્યું તો આ અઠવાડિયા સુધી કિમની ઘરમાં એન્ટ્રી થશે. જો આવું થાય છે તો કિમ આ સીઝનની ફર્સ્ટ બોલિવુડ હસતી હશે.

3. કિમ શર્મા

ફિલ્મ મોહબ્બતેમાં એક્ટિંગ કરી ચૂકેલ એક્ટ્રેસ કિમ શર્મા અત્યારે કોઈ ફિલ્મમાં નજર આવી રહી નથી. પરંતુ હાં, કિમ ઘણીવાર ખબરોમાં રહે છે. તમને જણાવી દઈએ કે, કિમ શર્મા અત્યારે તેના લૂકસના કારણે ચર્ચામાં છે. અભિનેત્રી કિમ શર્માને લઈને તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેણે તેનું મેકઓવર કરાવી લીધું છે.

4. કિમ શર્મા

બોલિવુડ એક્ટ્રેસ કિમ શર્માએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘મોહબ્બતે’ થી કરી હતી અને ત્યારબાદ કેન્યાઈ બિઝનેશમેન અલી પુંજાની સાથે મેરેજ કરી લીધા હતા. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, કિમ શર્માએ તેના બિઝનેશમેન પતિ અલી પુંજાનીને છોડી દીધો છે અને તે કોઈ અન્યને ડેટ કરી રહી છે.

5. કિમ શર્મા

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા અત્યારે બોલીવુડથી દુર છે.

6. કિમ શર્મા

કિમ શર્મા તેનાં શરૂઆતી કારકિર્દીનાં દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી. કિમ શર્માએ કેન્યાના મોટા બિઝનેસમેન અલી પુંજાની સાથે મેરેજ કર્યા હતા પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહનાં અફેરનાં ન્યૂઝ પણ સામે આવ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY